Dharma Sangrah
✕

વાલિયા કોયિકલ મંદિર

પ્રભુ અયપ્પાની યાદમાં બનાવેલ અદભુત પુજા સ્થાન

Updated: રવિવાર, 6 જાન્યુઆરી 2008 (16:45 IST)

પૌરાણિક માન્યતા છે કે શબરીમાલા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી અયપ્પાએ ધરતી પર માનવ સ્વરૂપમાં જ્ન્મ લીધો હતો. તેઓ કોના ઘરમાં જ્ન્મ્યા હતાં તે અજ્ઞાત છે પરંતુ તેમનું પાલનપોષણ રાજા પંડાલમના ઘરે થયું હતું. રાજા પંડાલમે અચિનકોવિલ નદીના તટ પર એક મંદિર બનાવડાવ્યું હતું જેને વાલિયા કોયિકલના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર અને શબરીમાલા મંદિરનું નિર્માણ રાજા પંડાલમે પોતાના અમાનસ પુત્રની યાદ અને ભક્તિમાં બનાવડાવ્યું હતું.

કેમકે પ્રભુ અયપ્પાએ પોતાનો યુવાકાળ પંડાલમ રાજ્યમાં પસાર કર્યો હતો એટલા માટે મંદિરનું મહત્વ વધારે છે. શબરીમાલામાં દર્શન કરવા માટે આવનાર શ્રધ્ધાળુઓ પહેલા વાલિયા કોયિકલમાં દર્શન કરે છે.

આ વાત પર ધ્યાન આપવા જેવું છે કે શબરીમાલામાં પ્રતિષ્ઠિત ભગવાન અયપ્પાની મૂર્તિને મકરાવિલકૂના દિવસે ખાસ રીતે પંડાલમ મહેલથી લાવવામાં આવેલ ઘરેણાથી શ્રૃંગારિત કરવામાં આવે છે. મકરાવિલકૂ લગભગ બે મહિના સુધી ચાલે છે. આ દિવસોમાં આ ઘરેણા સામાન્ય શ્રધ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવે છે. આ સમયે આ ઘરેણાઓને એક ખુબ જ સુંદર સરઘસ દ્વારા પંડાલમથી શબરીમાલા સુધી લઈ જવામાં આવે છે. આકાશની અંદર ઊડતો બાજ જોયા બાદ આ સરઘસની શરૂઆત કરવામાં આવે છે. દરેક વર્ષે અહીંયા સરઘસ પહેલા આકાશમાં બાજ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ ચમત્કાર ફક્ત અયપ્પા ભગવાનને લીધે જ થાય છે.
W.DW.D

ઘરેણાઓને પંડાલમથી શબરીમાલા લઈ જવા સુધી સરઘસની રક્ષાનું દાયિત્વ આજે પણ પંડલમના રાજપરિવારથી લેવામાં આવે છે. રાજપરિવારના લોકો ખાસ રીતે આ સરઘસની અંદર ભાગ લે છે. આ સરઘસ આ વખતે 12 જાન્યુઆરીએ કાઢવામાં આવશે.

પૌરાણિક કથા :-

પ્રભુ અયપ્પાને લઈને શ્રધ્ધાળુઓમાં અલગ-અલગ માન્યતાઓ પ્રવર્તે છે. આમાંથી સૌથી વધારે પ્રચલિત માન્યતા એ છે કે પ્રભુ અયપ્પાની માણસના રૂપમાં રાજા પંડાલમ સાથે જોડયેલી છે. આ સમયે રાજા રાજશેખર પંડાલમના રાજા હતાં. એક વખત રાજા રાજશેખર અયપ્પાજી શિશુના રૂપમાં રાજા રાજશેખરને પંપા નદીને કિનારે મળ્યાં. પૌરાણિક કથા અનુસાર શિશુના ગળામાં મણિમાળા હતી. રાજા રાજશેખર એક પવિત્ર વિચારોવાળા પ્રભુ ભક્ત હતાં. નિ:સંતાન રાજાએ તુરંત જ આ ઓજસ્વી બાળકને ખોળામાં લઈ લીધો અને બાળકને ભગવાનનું વરદાન માનીને પોતાનો પુત્ર માની લીધો.

W.DW.D

તેમણે પુત્રનું નામ મણિકર્ણ રાખ્યું. મણિકર્ણને સારી શિક્ષા આપવામાં આવી. તે રાજગાદીનો ઉત્તરા અધિકારી બન્યો. થોડાક સમય બાદ રાજાની પત્નીએ એક બીજા પુત્રને જ્ન્મ આપ્યો. રાણીના સેવક અને તેના મંત્રીઓએ રાણીના કાન ભરવાની શરૂઆર કરી દિધી કે એક અનાથ બાળકને કારણે રાણીનો પુત્ર રાજગાદીથી વંચિત રહી જશે.

મણિકર્ણને રસ્તામાંથી દૂર કરવા માટે એક ચાલ રચી. તેમણે રાજવૈધને ધનની લાલચ આપીને મણિકર્ણને જણાવ્યું કે તેમની મા ઘણી બિમાર છે અને તેમના પ્રાણ બચાવવા માટે ચિત્તાનું દૂધ જોઈએ છે.

માના પ્રાણ બચાવવા માટે મણિકર્ણે ચીત્તાનું દૂધ લાવવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. તે ચિત્તાનું દૂધ લઈ આવ્યો. પરંતુ ઝડપથી મા અને મંત્રીઓની ચાલને સમજી ગયો હતો. ત્યાં જ બીજી બાજું બધાને સમજાઈ ગયું હતું કે મણિકર્ણ કોઈ સામાન્ય યુવાન નથી તે દૈવી શક્તિ છે પરંતુ ત્યાર સુધીમાં મણિકર્ણે મહેલ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.
W.DW.D

ત્યાં રાજાને પણ રાણીની ચાલ સમજાઈ ગઈ હતી. રાજાએ મણિકર્ણને વિનંતી કરી કે તે જાય નહિ. મનિકર્ણે રાજાને સમજાવ્યા કે વિનંતી કરવાની જરૂરત નથી તે હંમેશા તેમનો પુત્ર રહેશે. ત્યાર બાદ તેને રાજાને મોક્ષનો માર્ગ બતાવતાં કહ્યું કે તમે પવિત્ર પંપા નદી પાસે એક મંદિર બનાવડાવો. ત્યાં ભક્ત મણિકર્ણ અને અયપ્પાના દર્શન કરી શકો છો. આ જ મંદિર શબરીમાલાના નામથી ઓળખવામાં આવે છે.

મકરવિલક શબરીમાલાનું ચમરબિંદુ છે. આ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન અયપ્પાને પંડાલમથી લાવવામાં આવેલ સોનાના આભુષણોથી શણગારવામાં આવે છે.

કેવી રીતે જશો- વાલિયા કોયિકલ મંદિર સુધી પહોચાવા માટે પંડાલમ જવું પડશે. પંડાલમથી લગભગ એક કિલોમીટર દૂર વાલિયા કોયિકલ મંદિર મુખ્ય માર્ગ પર બનેલ છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ તિરુવંતપુરમ છે. ત્યાં જ નજીકનું રેલ્વે સ્ટેશન ચિનગનૂરમાં છે.

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Show comments