Biodata Maker
✕

Vadodara News: દરગાહમાં જૂતા પહેરીને જવા પર વિવાદ, લોકોએ 4 વિદેશી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, 5 ની ધરપકડ

Updated: મંગળવાર, 18 માર્ચ 2025 (11:38 IST)
Vadodara News image source_X
Vadodara News:  વડોદરામાં એક ખાનગી યુનિવર્સિટીના ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જૂતા પહેરીને દરગાહમાં પ્રવેશવાના આરોપમાં ટોળાએ હુમલો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ટોળાના હુમલામાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ ઉપરાંત તેના હાથ અને પગમાં પણ ઈજા થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા સમજી શકતા ન હતા, તેથી આ ઘટના બની.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રવિવાર (16 માર્ચ) રાત્રે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, થાઈલેન્ડ, સુદાન, મોઝામ્બિક અને બ્રિટનના ચાર વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 14 માર્ચની સાંજે, લગભગ 10 લોકોએ લીમડા ગામમાં, તેમની છાત્રાલય નજીક, વિદ્યાર્થીઓનો પીછો કરીને હુમલો કર્યો.

<

વિદેશી વિદ્યાર્થીઓના ટોળા પર ગ્રામજનોનો હુમલો

ધાર્મિક સ્થાન પર સિગરેટ પીવા અને બુટ ચપ્પલ પહેરવા મામલે મામલો બિચકયો

વાઘોડિયા પોલીસે ગુનો નોંધી બે સગીર સહિત છ ની કરી અટકાયત#Vadodara pic.twitter.com/ujvNohnvg0

— Darshan (@Bajarangi_) March 17, 2025 >
 
ગુજરાતી ભાષા સમજી શક્યા નહિ
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ચાર વિદ્યાર્થીઓ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેઓ ગુજરાતી ભાષા સમજી શક્યા નહિ. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે દરગાહમાં ગયો હતો, ત્યારે એક વ્યક્તિ તેને ગુજરાતી ભાષામાં કહી રહ્યો હતો કે જૂતા પહેરીને દરગાહમાં ન જશો. 
 
વિદેશી વિદ્યાર્થીને ક્રિકેટ બેટ અને લાકડીઓથી માર માર્યો 
સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે કે એક થાઈલેન્ડનો વિદ્યાર્થી સુપાચ કાંગવનરત્ન (20) ને  લાકડીઓ, ક્રિકેટ બેટ અને પથ્થરોથી માર મારવામાં આવ્યો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ. કંગવનરત્ન 'બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ' (BCA) ના બીજા વર્ષના વિદ્યાર્થી છે. અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
 
5 આરોપીઓની ધરપકડ
 
વાઘોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ કેસના સંદર્ભમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્તિયાર શેખ, રાજેશ વસાવા, રવિ વસાવા, સ્વરાજ વસાવા અને પ્રવીણ વસાવાનો સમાવેશ થાય છે અને બે સગીરોની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments