Festival Posters
✕

યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર, 3 ઓગસ્ટે આવશે પરિણામ

Updated: ગુરુવાર, 2 જુલાઈ 2026 (16:49 IST)
vadodara by election

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે આગામી 30 જુલાઈએ યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 6 જુલાઈએ ચૂંટણીની સત્તાવાર જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ રાખવામાં આવી છે, જ્યારે 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 16 જુલાઈ સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
ALSO READ: RRB Vacancy 2026: સરકારી નોકરી કરવી છે ? તો આજે જ કરો રેલ્વેમાં એપ્લાય, શરૂ થઈ છે નવી ભરતી, 6000 થી વધુ વેકેંસી, 7th CPC હેઠળ મળશે સારો પગાર
 
આ પેટાચૂંટણી ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી બેઠકને કારણે યોજાઈ રહી છે. તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા અને લાંબા સમયથી આ બેઠક પરથી સતત વિજય મેળવીને વિધાનસભામાં ચૂંટાઈ આવતા હતા. તેમના નિધનથી સર્જાયેલી ખાલી જગ્યાને ભરવા માટે હવે ચૂંટણી પંચે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણીની જાહેરાત કરી છે.


ALSO READ: રામ મંદિરમાં દાન ચોરી કેસ, આઉટસોર્સિંગ અને ભરતી પ્રક્રિયામાં વારાણસી કનેક્શન બહાર આવ્યું છે.
રાજકીય દ્રષ્ટિએ આ ચૂંટણીને વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાં એક મહત્વપૂર્ણ પરીક્ષણ માનવામાં આવી રહી છે. પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી માટે આંતરિક કવાયત અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આગામી દિવસોમાં માંજલપુર મતવિસ્તારમાં રાજકીય ગતિવિધિઓ તેજ બનશે અને બંને પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.
About Author
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... Read More

વધુ જુઓ..

ભાખરવડી બનાવવાની રીત

વારે ઘડીએ માથાનો દુઃખાવો થવો એ કઈ બિમારીના સંકેત હોઈ શકે ? જાણો ક્યારે જશો ડોક્ટર પાસે

દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

આ દિવાળી પર તમારા પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખો જેથી તેઓ ફટાકડાના અવાજથી પરેશાન ન થાય.

વધુ જુઓ..

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

આગળનો લેખ
Show comments