Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર પર હૂમલો,

ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (11:47 IST)
વિસનગર શહેરના આઇટીઆઇ નજીક આવેલા રેલવે ફાટક પાસે મંગળવારે રાત્રે કાર્યક્રમ પતાવી ઘરે જઇ રહેલા  ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર એક ટોળાએ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા.તે ઉપરાંત તેમની ગાડી પર સળગતાં કાકડાં ફેકવામાં આવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે ધારાસભ્યની ફરિયાદને આધારે પોલીસે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન પટેલ પરેશ સેવંતીલાલ સહિત  25થી 30 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંગળવારે રાત્રે દસ વાગ્યાની આસપાસના સમયમાં સાંકળચંદ કેમ્પસમાં ડેન્ટલ વિભાગના દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લઇ તેમની ઇનોવા ગાડી (જીજે 2 સીએ 5545) લઇ ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન શહેરના આઇટીઆઇ પાસે આવેલા રેલવે ફાટક પાસે ડ્રાઇવરે ગાડી ધીમી કરતાં 25થી 30 શખસોના ટોળાએ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાંખ્યા હતા અને ગાડી ઉપર સળગતા કાકડા ફેંકવાની કોશિશ કરતાં ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી  ગાડી ભગાવી મુકી હતી. સદનસીબે આ બનાવમાં ધારાસભ્યને કોઇ ઇજા પહોંચી ન હતી. આ બનાવ અંગે પોલીસે ધારાસભ્યની ફરિયાદને આધારે વિસનગર નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન સહિત  25થી 30 માણસોના ટોળા સામે હત્યાની કોશિશ તેમજ કાવતરું રચવા સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર થયેલા પથ્થરમારા બાદ નોંધાયેલી ફરિયાદને પગલે શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે પોલીસ દ્વારા ધારાસભ્યના ઘર, કાર્યાલય સહિત કાંસા ચોકડી નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -હોમવર્કમાં AI નો ઉપયોગ

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ - AI મારી પત્ની

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળી

ગુજરાતી જોક્સ - શિક્ષક-વિદ્યાર્થી મજાક

આગળનો લેખ
Show comments