Daily Horoscope
✕

વાલીઓને શાળા ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી

Updated: બુધવાર, 22 જુલાઈ 2020 (14:57 IST)
ગુજરાત હાઇકોર્ટ તરફથી વાલીઓને સ્કૂલ ફી મામલે મોટી રાહત મળી છે. કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા કહ્યું છે કે સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી ફી માંગે નહીં, સ્કૂલ સંચાલકો વાલીઓને ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. કોરોના મહામારી વચ્ચે કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં આવતી હતી. જેને લઇ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આદેશ કર્યો કે, સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફીની માંગણી નહીં કરી શકે. હાઇકોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે સ્કૂલો વાલીઓને દબાણ નહીં કરી શકે. સ્કૂલો ફી ભરવા દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લેવાના રહેશે. હાઇકોર્ટના આદેશથી ગુજરાતના વાલીઓને ફી ભરવા મામલે મોટી રાહત મળી છે.

વધુ જુઓ..

Sunday Special Recipe - હૈદરાબાદી રીંગણની સ્વાદિષ્ટ ગ્રેવી બનાવવાની રીત, મસાલેદાર અને ચટાકેદાર સ્વાદથી ભરપૂર શાકની રેસિપી

સાઉથ ઈંડિયન ખીચડી

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મિત્રોની વાતો

ગુજરાતી જોક્સ - ડોક્ટર અને દર્દી

ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ

ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

આગળનો લેખ
Show comments