Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી આસપાસ પ્રવાસન માટે છ ગામ ખાલી કરાવવા સામેની અરજી હોઇકોર્ટે ફગાવી

Updated: શનિવાર, 2 મે 2020 (15:55 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પ્રવાસન પ્રોજેક્ટના વિકાસ માટે છ ગામડાઓને ખાલી કરાવવાના નિર્ણય સામે થયેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનું અવલોકન છે કે આ અરજી ટકવા પાત્ર ન હતી. આ વિસ્તારમાં રાજ્ય સરકારે જમીન અધિગ્રહણ ની પ્રક્રિયા શરૂ કરી હતી. જેની સામે ગત વર્ષે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.આ વિવાદના ઉકેલ માટે રાજ્ય સરકારે 312 ગામ લોકોને વળતર આપતા પેકેજનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જો કે અરજદાર અને ગામલોકોએ વધુ વળતરની માંગ કરી હતી. જે વાત રાજ્ય સરકારે સ્વીકારી ન હતી.આ પછી રાજ્ય સરકારે ગામલોકોને બીજો પ્રસ્તાવ આપ્યો હતો કે જો ગામલોકો અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર થશે, તો તેમના ગામને તમામ સુવિધા સાથે મોડેલ ગામ બનાવી આપીશું.આ વિવાદના ઉકેલ માટે હાઇકોર્ટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ બંને પક્ષકારો સમક્ષ મુક્યો હતો.જો કે રાજ્ય સરકાર આ વાત સાથે સહમત ન હતી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે દાયકાઓ પહેલાં આ જમીન અધિગ્રહણ કરવામાં આવેલી છે. ગામલોકોએ લાંબા ગાળા બાદ તેમનો દાવો કરેલો છે, જે સ્વીકારી શકાય નહીં.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાના જોક્સ

ગુજરાતી જોક્સ -Guru Purnima ફી અને ગુરુદક્ષિણા

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

75 વર્ષના વડાપ્રધાન અને તેમની દિવંગત માતા સાથે દુર્વ્યવહાર, તેઓ કેવા વિદ્યાર્થીઓ છે? કંગના રનૌતનું નિવેદન

આગળનો લેખ
Show comments