Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

26 જાન્યુઆરી વિશેષ : શુ તમે દેશને પ્રેમ કરો છો ?

Updated: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (17:06 IST)
દેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો નથી દુ:ખી કરતો જેટલી દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ.. આ બધુ જોઈને માથુ શરમથી નમી જાય છે. શુ આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે... શુ આ એ જ ભારત છે જ્યા શહીદોએ ભારતમાતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરવા પોતાનું લોહી રેડ્યુ હતુ ? તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. ? કેમ આજે એ જ ભારતીય પુરૂષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઈજ્જત કરી રહ્યો છે. શુ આઝાદી પછી આપણે આ જ મેળવ્યુ છે.. આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યુ પણ આપણે નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચે કેમ આવી ગયા ?

ઘણા નેતાઓએ અને ઘણા ભારતીય ધર્મગુરૂઓએ આ માટે જાણે અજાણે સ્ત્રીઓને દોષ આપ્યો, સ્ત્રીઓના પહેરવેશને દોષ આપ્યો, પણ આ બધી પુરૂષસમાજની પોકળતા છે. જો તમે ફિલ્મોને કે પશ્વિમી સંસ્કૃતિને અનુસરીને પુરૂષ હોવા છતા વાળ વધારી શકો છો, કાનમાં બુટ્ટી પહેરી શકો છો, બરમુડા પહેરી શકો છો. આવડતા ન હોય છતા સ્ટટ કરવાના પ્રયત્નો કરો છો, તો પછી સ્ત્રીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મોને અનુસરવાનો અધિકાર કેમ નથી. દરેકને પોતાની રીતે સ્વતંત્ર રીતે પહેરવા ઓઢવાનો અધિકાર છે અને દરેક સ્ત્રી પોતાની હદ જાણે છે. નજર તો પુરૂષસમાજની સ્ત્રીઓ પ્રત્યે બદલાય રહી છે તેથી જ તો આજે ફૂલ જેવી માસુમ બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી.

બદલવો પડશે સમાજ પણ કોણ બદલશે ? કોઈએ કોઈ અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવુ કરીશુ તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહી આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26 જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભકતિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવુ પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઉભા નથી રહેવાનુ કે નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો.. બસ તમે તો માત્ર એક શપથ લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહી કરો.. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો.. લઈ શકો છો આવી શપથ.. ?

ખીંચ દો અપને ખૂન સે જ઼મી પર લકીર
ઇસ તરફ આને પાએ ન રાવણ કોઈ
તોડ઼ દો હાથ અગર હાથ ઉઠને લગે
છૂ ન પાએ સીતા કા દામન કોઈ
રામ ભી તુમ, તુમ્હીં લક્ષ્મણ સાથિયો
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો

જય હિંદ
About Author
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments