Dharma Sangrah
✕

ભારતીય એથલીટ નીરજ યાદવે કર્યુ સુસાઈડ, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ

Updated: બુધવાર, 28 ઑક્ટોબર 2026 (12:56 IST)
ભારતીય રમત જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા ભારતના અનુભવી એથલીટ નીરજ યાદવે કથિત રૂપે આત્મહત્યાથી મોત થઈ ગયુ છે. 42 વર્ષના નીરજના નિધનના સમાચારથી રમતજગતમાં શોક છે. એવુ બતાવાય રહ્યુ છે કે ડોપિંગ પ્રતિબંધને કારણે તેઓ આ મહિને આયોજીત એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. જો કે તેમના મોતના સાચા કારણો અને પરિસ્થિતિઓની હાલ પુષ્ટિ થઈ નથી.  
ALSO READ: MLC Election Results 2026 LIVE: યૂપીની 4 સીટો પર જીતી BJP, વારાણસી સપાને મળ્યુ, પટનામાં JDU એ લહેરાવ્યો પરચમ

દિલ્હી હોસ્પિટલમાં  ચાલી રહ્યું છે પોસ્ટમોર્ટમ

ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે નીરજ યાદવના મૃત્યુની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, નીરજ કથિત રીતે તેના ઘરે ઝેર પીધું હતું. 28 ઓક્ટોબરે દિલ્હીની એક હોસ્પિટલમાં તેના શરીરનું શબપરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. સત્યનારાયણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે નીરજએ આત્મહત્યા કરી હતી. આવું થયું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ પગલા પાછળના ચોક્કસ કારણ પર ટિપ્પણી કરી શકતા નથી. જોકે, તેમનું માનવું છે કે રમતવીરોએ ધીરજથી તેમના કારકિર્દીમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો જોઈએ.
 
પીટીઆઈના અહેવાલ મુજબ, નીરજના મૃત્યુની આસપાસના સંજોગો તપાસ અને અન્ય માહિતી માટે રાહ જોઈ રહ્યા છે. હાલમાં, ડોપિંગ પ્રતિબંધ અને એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેવાની તેમની અસમર્થતાને તેમની માનસિક સ્થિતિ સાથે જોડી દેવામાં આવી રહી છે, પરંતુ આ પરિસ્થિતિઓ અને તેમના મૃત્યુ વચ્ચે કોઈ સીધી કડી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.
ALSO READ: વનડે મેચમાં 19 મી ઓવરમાં જ હારી પાકિસ્તાની ટીમ, છતા પણ રમશે ફાઈનલ મેચ

એશિયન પેરા ગેમ્સમાં  જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ

નીરજ યાદવને ભારતના સૌથી સફળ પેરા એથ્લેટ્સમાંના એક માનવામાં આવતા હતા. તેમણે એશિયન પેરા ગેમ્સમાં પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું. 2018 માં જકાર્તામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં, તેણે ભાલા ફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, 2023 માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં, નીરજે ભાલા ફેંક અને ડિસ્કસ ફેંક બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ રીતે, એશિયન પેરા ગેમ્સમાં તેના ત્રણ ગોલ્ડ મેડલ હતા. નીરજે F55 કેટેગરીમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં બેસીને રમાતી ફિલ્ડ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય શોટ પુટ, ડિસ્કસ ફેંક અને ભાલા ફેંક છે.
 
અસ્વીકરણ: તાલીમ પામેલા અને માન્યતા પ્રાપ્ત માનસિક સ્વાસ્થ્ય સલાહકારો પાસેથી કાઉન્સેલિંગ અને સહાય મેળવવા માટે, ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 14416  અથવા 1800-891-4416 પર ડાયલ કરો.
 
અથવા
 
TISS Icall 022-25521111 (સોમવાર-શનિવાર: સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી)  
 
(જો તમને મદદની જરૂર હોય અથવા કોઈને ખબર હોય જેને મદદની જરૂર હોય, તો મહેરબાની કરીને તમારા નજીકના માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞનો સંપર્ક કરો.)

વધુ જુઓ..

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments