Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teacher's Day - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ

Updated: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (15:49 IST)
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. 
 
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
 
આગળ જાણો ગુરૂનો મહિમા
ઓશો કહે છે ગુરૂ નો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે,પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે. 
 
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
 
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
 
“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
 
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. 
 
ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે. 
 
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય ! 
 
ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. 
 
You were a light for me in the dark,
 
You were an inspiration and an aspiration,
 
Support me always,
 
I will succeed in all ways,
 
Happy Teacher'S Day to all 
 

વધુ જુઓ..

ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

દુનિયાનુ સૌથી મોંઘુ ગાદલુ, કિમંત 7 કરોડ રૂપિયા, બનાવવામાં લાગે છે 25 દિવસ, ઘોડાની પૂંછડીના વાળ આપે છે આરામ

સહારનપુર કલેક્ટ્રેટની મસ્જિદ તોડી પાડવા પર ઓવૈસી લાલચોળ: કહ્યું- 'તમારો ગુસ્સો કાઢવા મસ્જિદ ન તોડી શકો'

કેંચી ઘામ દર્શન માટે કેવી રીતે જવુ, રહેવાની વ્યવસ્થા અને જવાનો સૌથી યોગ્ય સમય કયો છે ?

ખેલાડીઓને ટીમમાંથી બાદ કરવા પર પાકિસ્તાની કોચની સફાઈ, કહ્યું- નિર્ણયમાં મારી કોઈ ભૂમિકા નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments