Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષક દિવસ વિશેષ - શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ

Happy Teacher's Day

Updated: બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (16:10 IST)
તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.

એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.

ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.

વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.

આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે.

શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

વધુ જુઓ..

ગુરુગ્રામમાં મહિલા બાઇકર સિયાને કારે ટક્કર મારી! હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા લગ્ન, પછી પતિ ગાયબ... સેનામાં હોવાનું કહીને દગો આપ્યો; પત્ની તેને શોધવા બાગપત દોડી ગઈ

2000 રૂપિયાના UPI પર કોઈ ચાર્જ નહી, RuPay ડેબિટ કાર્ડ ટ્રાંજેક્શન પણ રહેશે ફ્રી - સરકારે રજુ કર્યુ ગજેટ નોટિફિકેશન

ભગવાન ગણેશના ચિત્રવાળી બિરયાની વેચતા એક માણસની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો

શેરબજારમાં તીવ્ર તેજી સાથે કારોબાર શરૂ થયો, IT શેરોમાં રોકેટ ગતિએ તેજી

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments