Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

કસરત કે Yog કરતા પહેલા તેના વિશેની ગેરસમજ જાણી લો

Updated: શનિવાર, 20 મે 2017 (14:18 IST)

વધારે કસરત કરવાથી કેલરી વધુ બળે છે અને લાંબા સમય સુધી કસરત કરવાથી વધુ ચરબી બર્ન થાય છે, આ સૌથી મોટું મિથક છે જે મોટાભાગના લોકોમાં વ્યાપેલું છે. કોઇપણ કસરતનું ફોકસ એ વાત પર હોવું જોઇએ કે તે કરવાથી નિયત સમયમાં તમે કેટલી ચરબી બાળી શકો છો. વધારે હેવી કસરતને તમે લાંબો સમય સુધી નથી કરી શકતા, માટે સુરક્ષિત માર્ગ એ જ છે કે તમે કસરતનો ધીમે-ધીમે આરંભ કરો બાદમાં તેને ધીમે-ધીમે વધારતા જાઓ. એકસાથે વધુ ચરબી બાળવાની ચાહમાં પહેલા જ પ્રયાસે વધારે પડતી કસરત ન કરશો.

યોગ સૌથી સુરક્ષિત કસરત છે, આ માન્યતા સાવ ખોટી છે. યોગ કરતા વધુ સારું બીજું કંઇ નથી પણ તેમાંની કેટલીક કસરતો કરતી વખતે માનસિક અને શારીરિક ધ્યાન કરવું બહુ જરૂરી હોય છે. માટે સુરક્ષાને ધ્યાનમાં રાખતા વધુ સારું પરિણામ મેળવવા માટે કોઇ યોગ્ય યોગ નિષ્ણાતની સલાહ વગર યોગ ન કરવા.

નિયમિત કસરત કરવાથી વજન તુરંત ઓછું થઇ જાય છે. આ દરેક વ્યક્તિને લાગુ નથી પડતી. કારણ કે કોઇ વ્યક્તિના વજન વધવા કે ઘટવા પાછળ જિનેટિક કારણો બહુ મહત્વ ધરાવે છે. આ વિષય પર સંશોધન માટે અનેક લોકો પાસેથી એક જ પ્રકારની કસરત કરાવવામાં આવી, પણ સહુના પરિણામો અલગ-અલગ હતા.

માત્ર કસરત જ વજન નિયંત્રિત કરે છે, આ માન્યતા પણ એક ભ્રમ છે. વજન ઓછું થવું કે વધવું એક નહીં ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેના માટે જિનેટિક કારણો સિવાય તમારું ભોજન, જીવનશૈલી પણ મહત્વ ધરાવે છે. માટે માત્ર કસરત કરીને તમારું વજન સંપૂર્ણપણે આદર્શ થઇ જશે તે જરૂરી નથી. નિયમિત શારીરિક શ્રમ કરીને પણ તમે લાંબા સમય સુધી વજનને નિયંત્રણમાં રાખી શકો છો.

ફિટ રહેવા માટે જિમમાં જવું. આ જરૂરી નથી. સંશોધનો જણાવે છે કે જે લોકો ઘરે ફિટ થવા માટેના પ્રોગ્રામ ફોલો કરે છે તેમાંના ઘણાં સારી રીતે પોતાની જાતને ફિટ રાખી શકે છે. સવાલ માત્ર એ બાબતનો છે કે તમે જે કંઇ કરો તે નિયમિત રૂપે કરો.

વધુ જુઓ..

વૈષ્ણોદેવી યાત્રા - માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહ્યા છે ? યાત્રા પહેલા આ માહિતી જરૂર વાંચો

કોંગ્રેસના અગ્રણી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી, ગાંધીનગરમાં એફઆઈઆર દાખલ

નવરાત્રીના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો. દિલ્હી અને મુંબઈ સહિત મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવ તપાસો.

ટોક્યોમાં 35 દિવસ વરસાદ પડ્યો, ચિલીના રણમાં ફૂલો ખીલ્યા... અલ નીનો હવામાન પેટર્ન કેવી રીતે બદલી રહ્યો છે

જાણો શિવરાજ સિહ ચૌહાને કોને કહ્યુ નરપિશાચ અને કેમ મોહન યાદવ સરકાર વિરુદ્ધ ધરણા પર બેસ્યા પૂર્વ સીએમ

વધુ જુઓ..

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments