Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

યોગ - આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે યોગ

Updated: સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (11:25 IST)

પ્રાણાયમ - ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

સવાસન - આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.

સર્વાંગાસન - પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.

આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.

વધુ જુઓ..

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસમાં સૌરભના વકીલે ફાંસીની સજાની માંગ કરી, સાંજે 4 વાગ્યા સુધીમાં ચુકાદો જાહેર થશે

અમદાવાદમાં 158 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા: હર્ષ સંઘવીએ સોંપ્યા પ્રમાણપત્રો

10 રૂપિયાના 12,300 સિક્કા લઈને સ્કૂટી ખરીદવા પહોંચ્યા; સિક્કા ગણવામાં લાગ્યા 2 કલાક, 3 વર્ષથી કરી રહ્યા હતા બચત

Gold Silver Price Down: સોના કરતાં ચાંદીના ભાવ કેમ વધુ ઘટ્યા? આગામી 10 દિવસમાં ભાવમાં કેટલો ઘટાડો થશે? દિવાળીના નવા દરો જાહેર થયા છે.

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

વધુ જુઓ..

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Dhanteras 2026 date- ધનતેરસ ક્યારે છે

Show comments