Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમાવસ્યા પર જાણો 5 કામની વાત

Updated: રવિવાર, 19 જાન્યુઆરી 2020 (11:23 IST)
અમાસ પર આ ખાસ ઉપાય જરૂર કરો
જો તમે ધન સંબંધી પરેશાનીઓને દૂર કવા માંગો છો તો આ અમાસ પર આ ખાસ ઉપાય કરો. ઉપાય મુજબ તમે કોઈ પીપળાના ઝાડ નજીક જાવ અને પોતાની સાથે જનોઈ અને સંપૂર્ણ પુજન સામગ્રી લઈને જાવ. પીપળાની પૂજા કરો અને જનેઉ અર્પિત કરો. આ સાથે જ ભગવાન શ્રીહરિના મંત્રોનો જાપ કરો અથવા તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. 
ત્યારપછી પીપળાની પરિક્રમા કરતા ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. આ ઉપાય દ્વારા પિતર દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે. 
 
અમાસ પર આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન કે બિલી પત્ર ન તોડવા જોઈએ. જો તમે અમાસ પર દેવી-દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવવા માંગો છો તો એક દિવસ પહેલા જ પાન તોડીને મુકી લો. જો અમાસના દિવસે નવુ બિલિપત્ર ન મળે તો જૂના પાનને જ ધોઈને ફરીથી શિવલિંગ પર અર્પિત કરી શકો છો. 
 
ધન સંબંધી સમસ્યાઓ માટે કેટલાક ટોટકા 
 
લક્ષ્મી પ્રાપ્તિ માટે શુ કરશો 
બંને હાથોથી માથુ ન ખંજવાળવું જોઈએ. તમારા  હાથથી શરીરનુ કોઈપણ અંગ ન વગાડવુ જોઈએ. પગ પર પગ મુકીને ન બેસશો. પગને હલાવશો નહી. માટીના ગાંગડાઓને ફોડશો નહી. દેવતાઓ અને વરિષ્ઠોના સામે થુંકશો નહી.. પગથી આસન ખેંચીને ન બેસશો.  આવુ કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. 
 
કણ-કણ અને પલ-પલની કિમંત 
વિદ્યા મેળવવાની ઈચ્છા રાખનારાઓએ ક્ષણ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણને પણ વ્યર્થ ન કરવો જોઈએ. પણ ક્ષણ ક્ષણ વિદ્યાભ્યાસ કરતા રહેવુ જોઈએ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણ કણ ધનનો સંગ્રહ કરવો જોઈએ. 

વધુ જુઓ..

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -13 સપ્ટેમ્બર, 2026

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

આગળનો લેખ
Show comments