મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

24 જાન્યુઆરી મૌની અમાસ- અજમાવો 10 સરળ ઉપાય મનોકામના પૂરી થશે, બદલી જશે ભાગ્ય

અમાસ  આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું  ખાસ મહત્વ હોય છે. જે લોકો દર  મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે,  એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને  બરકત બની રહે છે. પરિવારમાં સુખનું  વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે  અમાસ પર કરી શકાય છે. 
ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજા લગાવવી. આ ઉપાથી વિષ્ણુઅ સાથે મહાલક્ષ્મીની કૃપા પણ મળશે 
 
અમાવસ્યા પર કોઈ તળવામાં ઘઉંના લોટની ગોળી બનાવીમે માછલીને ખવડાવો. 
 
કોઈ મંદિરમાં અનાજના દાન કરવુ. સાવરણી દાન કરવી. બ્રાહ્મણને ભોજન કરાવવું. 
 
અમાવસ્યા તિથિ પર શનિદેવ માટે તેલનો દાન કરવું. સાથે કાળી અડદ, કાળા તલ લોખંડ કાળા કપડા વગેરે વસ્તુઓનો દાન પણ કરી શકો છો. 
 
શિવલિંગ પર દૂધ અને કાળા તલ ચઢાવવું. 
 
અમાવસ્યા પર ક્રોધ ન કરવું. ઘરમાં ક્લેશ ન કરવું. કોઈ પણ અનૈતિક કામ ન કરવું. 
 
અમાવસ્યા તિથિ પર પિતૃ દેવતાઓ માટે ખાસ મહત્વ છે. આ આ દિવસે પિતરોના સામે દૂધનો દાન કોઈ ગરીબ માણસને કરવું. 
 
પીપળ પર જળ ચઢાવવું. ત્યારબાદ સાત પરિક્રમા કરવી. આ ઉપાયથી શનિ રાહુ અને કેતૂના દોષ દૂર થઈ જાય છે. 
 
હનુમાનજીને લાડુનો ભોગ લગાડો અને હનુમાન ચાલીસનો પાઠ કરવું.