સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (10:57 IST)

Amavasya 2019- 28 સેપ્ટેમ્બર, શનિવારે સર્વપિતૃ અમાવસ્યા, આ 7 ઉપાયોથી થશે પિતરોની તૃપ્તિ

28 સપ્ટેમ્બર શનિવારે પિતૃ મોક્ષ અમાવસ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં આ અમાવસ્યા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. આ દોવસ બધા જાણ-અજાણ પિતરો માટે શ્રાદ્ધ કરાય છે. પણ કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે જેને કરવાથી તમે તમારા પિતૃગણને સંતુષ્ટ કરી શકો છો. 
આવો જાણીએ છે કે પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે પિતરોની તૃપ્તિ માટે કયાં ઉપાય કરવા જોઈએ. 
 
1. પિતૃ મોક્ષ અમાવસ્યા વાળા દિવસે "કૂતપ -કાળ" વેળામાં પિતરો માટે ગાયને લીલી પાલક ખવડાવો. 
2. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે પીપળના ઝાડની નીચે પિતરો માટે ઘરનો બનેલું મિષ્ઠાન અને પીવા માટે શુદ્ધ જળની મટકી રાખીને ધૂપ દીપ આપો. 
3. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે કોઈ મંદિરમાં કે બ્રાહ્મણને આમાન્ય દાન જરૂર કરવું. 
4. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું. 
5. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે તમારા પિતરો માટે ચાંદીનો દાન જરૂર કરવું. 
6. પિતૃ મોક્ષ અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી ઘરની અગાશી પર દક્ષિણાભિમુખ થઈ તમારા પિતરો માટે તેલનો ચોમુખી દીવો રાખવું. 
7. પિત મોક્ષ અમાવસ્યા પર તમારા પિતરોની સામે જરૂરિયાતને યથાયોગ્ય દાન જરૂર આપો.