0
ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું કમ્પ્યુટર વિષયનું પેપર ચાલુ પરીક્ષાએ લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો
સોમવાર,માર્ચ 27, 2023
0
1
AMCના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુએ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિની દારૂ પીવાની ટેવને કારણે ઘણા સમયથી પરેશાન રહેતી હતી.
1
2
'મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? વડા પ્રધાન જવાબ આપે'
અગાઉ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના સંસંદસભ્ય પદ રદ થવા વિશે પણ વાત કરી.
2
3
મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પિટિશનની સુનાવણી કરતી વેળા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર, જ્યારે ઇજાગ્રસ્તના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ આપ્યો છે.
3
4
અમદાવાદના નિર્ણયનગરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણયને લઈને સ્કૂલમાં RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે વિરોધ કરતા સ્કૂલથી લઈને વસ્ત્રાપુર DEO કચેરી સુધી રેલી કાઢી હતી
4
5
મોરબીના વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ખોદવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમિકોનાં એકાએક ભેખડો ધસી પડવાથી મૃત્યુ થયાં હતાં.
5
6
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. લોકોને વ્યાજખોરો સામે જાગૃત કરવા અને લોકોને સુરક્ષિત કરવા હવે પોલીસ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. અનેક વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી તેમજ વધુ વ્યાજ ઉઘરાવવાની ફરિયાદો પોલીસને મળી છે.
6
7
ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ, વીજળી પરિયોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થવાની હતી.
7
8
રવિવારે ગુજરાતમાં 303 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે આ ચેપને કારણે એકનું મોત થયું છે. રાજ્યમાં વધી રહેલા દર્દીઓને કારણે સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 1700ની આસપાસ પહોંચી ગઈ છે.
8
9
સૌથી મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયા છે. 1800 કરોડ મળ્યા. ચાર આરોપીની ધરપકડ કરાઈ છે.
9
10
વર્તમાન રાજ્ય સરકારને ૨૬ માર્ચે સરકારને પુરા થશે ૧૦૦ દિવસ: અવરોધ દૂર કરી બ્યુટીફી કેશન સાથે કામરેજ બસ સ્ટોપ નું આધુનિકરણ કરાશે
10
11
સુરતમાં બાળકો સાથેના અત્યાચારની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી 9 વર્ષના બે બાળકો સાથે ટ્યુશનના શિક્ષક દ્વારા જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ટ્યુશનના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ...
11
12
રાહુલ ગાંધી હવે સાંસદમાંથી પૂર્વ સાંસદ થઈ ગયાં છે. માનહાની કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરી નાંખી છે. ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ...
12
13
ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ નેતાઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
13
14
કેશોદમાં રહેતી યુવતી સાથે તેનાં સગાં માસીના દીકરા કિશન ગિરિ દિનેશ ગિરિને એકતરફી પ્રેમ થઈ ગયો હતો, આથી યુવક તેને લગ્ન કરવા અવારનવાર દબાણ કરતો હતો. બાદમાં ગઈકાલે યુવક યુવતીના ઘરે જઈ લગ્નનું કહ્યું હતું, પરંતુ યુવતીએ ઇનકાર કરતાં તે ઉશ્કેરાયો હતો અને ...
14
15
અમદાવાદમાં પહેલાં નદી પરના બ્રિજ આપઘાત કરવાનો પોઈન્ટ બન્યાં હતાં. ત્યાં જાળીઓ લાગી જતાં રિવરફ્રન્ટ સુસાઈડ પોઈન્ટ બન્યો હતો. હવે શહેરના બ્રિજ સુસાઈડ પોઈન્ટ બની રહ્યાં છે. તાજેતરમાં શહેરના સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી આપઘાત કરવાના બે ત્રણ બનાવો બન્યાં ...
15
16
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12ની પરીક્ષામાં સંસ્કૃતના પેપરમાં જૂના કોર્સમાંથી પ્રશ્નો પૂછાયા હતા. હવે આ પેપર ફરીવાર લેવામાં આવશે. આ પેપર આગામી 29મી તારીખે ...
16
17
નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર ...
17
18
વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.
18
19
ગુજરાતની 17 જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના 7 વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા
19