Daily Horoscope
✕

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Updated: બુધવાર, 14 ઑક્ટોબર 2026 (11:28 IST)
vishvambhari stuti lyrics
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 1 
 
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 2 
ALSO READ: બોલ મારી અંબે જય જય અંબે - Gujarati Garba Lyrics
 
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 3 
 
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ...4 
 
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 5 
 
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 6 
 
રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 7 
 
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 8  
 
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 9 
 
શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 10 
 
શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,
રાત્રી દિને ભગવતી તુજને જપું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 11 
 
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... 12 

ALSO READ: Durga Chalisa - દુર્ગા ચાલીસા
 
તારા સિવાય જગમાં નથી કોઇ મારું,
સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,
માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... 13 

વધુ જુઓ..

પ્લેટલેટ્સ માટે પંચામૃત છે આ 5 વસ્તુઓ, ડેંગૂમાં ઝડપથી વધવા માંડશે Platelets

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

વધુ જુઓ..

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Dhanteras 2026 date- ધનતેરસ ક્યારે છે

આગળનો લેખ
Show comments