Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

Updated: સોમવાર, 25 ઑગસ્ટ 2025 (10:08 IST)
Kevda trij pooja samagri- ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે. એવુ કહેવાય છે કે પાર્વતી માતાએ ભગવાન શિવને મેળવવા માટે 107 જન્મ લીધા હતા. જયારબાદ 108માં જન્મમાં ભગવાન શિવે પાર્વતીને પોતાની અર્ધાગિનીના રૂપમાં સ્વીકાર કર્યા હતા. 
 
કેવડાત્રીજ પૂજન માટે સામગ્રી 
ભીની કાળી માટી, રેતી, બિલ પત્ર, શમી પત્ર, કેળાના પાન, ધતૂરાનુ ફળ અને ફૂલ, આંકડાના ફૂલ, તુલસી, માંજર, જનોઈ, નાળાછડી, વસ્ત્ર, ફૂલ પાન વગેરે. 
 
સુહાગની સામગ્રી - બંગડી, મહેંદી, સિંદૂર, કાજળ, બિંદી, બિચ્છિ, કાંસકો વગેરે 
 
પંચામૃત માટે - શ્રીફળ, કળશ, અબીલ, ચંદન, કપૂર, કુમકુમ, ઘી-તેલ, દીવો, દહી, ખાંડ, દૂધ, મધ.
 
પૂજા વિધિ - કેવડાત્રીજના દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત કરે છે. આ દિવસે શંકર પાર્વતીની રેતી કે માટીની મૂર્તિ બનાવીને પૂજન કરવામાં આવે છે. ઘર સાફ સફાઈ કરી તોરણ મંડપ વગેરે સજાવવામાં આવે છે. તમે એક પવિત્ર પાટલા પર શુદ્ધ માટીમાં ગંગાજળ  મિક્સ કરીને શિવલિંગ, રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશ, પાર્વતી અને તેની સખીની આકૃતિ બનાવો. ત્યારબાદ દેવતાઓનુ આહ્વાન કરી પૂજા કરો.  આ વ્રતની પૂજા આખી રાત કરવામાં આવે છે. દરેક પ્રહરમાં ભગવાન શંકરનુ પૂજન અને આરતી થાય છે. 

ALSO READ: 26 કે 27 ઓગસ્ટ ક્યારે છે કેવડાત્રીજનુ વ્રત ? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિથી લઈને સંપૂર્ણ માહિતી

ALSO READ: Hartalika Teej 2025: જો કેવડા ત્રીજના દિવસે પીરિયડ્સ આવી જાય તો શુ કરવુ ?

Edited By-Monica sahu 

વધુ જુઓ..

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments