સોમવાર, 16 સપ્ટેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (20:55 IST)

હરતાલિકા તીજ(કેવડા ત્રીજ) - જો તમે પહેલીવાર કરી રહ્યા છે કેવડાત્રીજનુ વ્રત, તો પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

Hartalika Teej 2024: કેવડાત્રીજ વ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે.  આ વ્રત ખાસ કરીને ભારતના ઉત્તરીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, કૌટુંબિક સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. આ સાથે કુંવારી છોકરીઓ પણ સારો જીવનસાથી મેળવવા માટે આ દિવસે વ્રત કરે છે. જો તમે પહેલીવાર કેવડાત્રીજનુ વ્રત કરવા  જઈ રહ્યા છો, તો અમે તમને જણાવીશું કે આ દિવસે તમારે કેવી રીતે પૂજા કરવી જોઈએ અને તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.
 
આ રીતે કરો કેવડાત્રીજ( Hartalika Teej)  વ્રતની તૈયારી 
 
કેવડાત્રીજનુ વ્રત 2024માં 6 સપ્ટેમ્બર ના રોજ કરવામં આવશે.  આ વ્રતના એક દિવસ પહેલા જ તમારે ઘરની સાફ સફાઈ કરી નાખવી જોઈએ. સાથે જ પૂજા સ્થળને પણ સાફ કરી લેવુ જોઈએ.  આ ઉપરાંત પૂજામા ઉપયોગમાં લેવામાં આવનારી વસ્તુઓ જેવી કે - ફૂલ, ધૂપ, દીવો, ચંદન, અક્ષત, ફળ અને મીઠાઈ વગેરેની પણ એક દિવસ પહેલા જ વ્યવસ્થા કરી લેવી જોઈએ.
 
પહેલીવાર કરી રહ્યા છો વ્રત તો આ વાતો જાણવી છે જરૂરી 
 
- કેવડાત્રીજ વ્રતને કઠિન વ્રતમાંનું એક માનવામાં આવે છે, આ દિવસે પાણીનું ગ્રહણ પણ  કરવામાં આવતું નથી, તે નિર્જલા વ્રત હોવાને કારણે દરેક જણ તેને લઈ શકતા નથી. તેથી, જો તમે પ્રથમ વખત આ વ્રત કરવા જઈ રહ્યા છો, તો થોડા દિવસો અગાઉથી તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખો. જો કે કેટલાક લોકો ચા અને ફળ ખાઈને વ્રત કરે છે. દરેકની શ્રદ્ધા મુજબ કરી શકાય. 
 
- આ વ્રત સૂર્યોદય પહેલા શરૂ થાય છે. મહિલાઓ આ દિવસે સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે અને ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરે છે.
 
-  પૂજા દરમિયાન, ઉપવાસ કરતી સ્ત્રીઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓની પૂજા કરે છે. તેમજ તેમને ફૂલ, ધૂપ, દીવો, ચંદન, મેવા, ફળ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે.
 
- વ્રત કરનારી મહિલાઓએ આ દિવસે ભગવાન શિવ સાથે જ માતા પાર્વતી અને ગણેશજીની પણ પૂજા કરવી જોઈએ.  વૈવાહિક  જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તમે શિવ-પાર્વતી વિવાહની કથા સાંભળી શકો છો. આ સાથે તમે ભગવાન ગણેશની કથા પણ સાંભળી શકો છો. આ સાથે, તમારે પૂજા દરમિયાન હરિતાલિકા તીજ વ્રતની કથા પણ જરૂર સાંભળવી જોઈએ. કથાઓ સંભળાવ્યા બાદ અંતે આરતી કરવી જોઈએ અને ઘરના લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ.