Webdunia - Bharat's app for daily news and videos

Install App

Somwar Upay- સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

Updated: સોમવાર, 15 એપ્રિલ 2024 (07:09 IST)
સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.
 
મનોકામના પૂર્તિ માટે - સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.
 
અખંડ લક્ષ્મીના વાસ માટે - ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’  મંત્રની માળા કરવી.
 
બીમારીથી છુટકારા માટે - સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે
 

વધુ જુઓ..

ઝટપટ બનાવો ખાટા-મીઠા કોળાનું શાક, પૂરી સાથે ખાવાની મજા જ અલગ

શું તમે પણ ફ્રિજમાંથી કાઢીને તરત જ ખાઈ લો છો દહી ? જાણો વિશેષજ્ઞ મુજબ તમારે કેમ આ ટેવ બદલવી જોઈએ ?

દૂધ અને બેસનના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ, ધીમી આંચ પર શેકવાથી આવશે અસલી સ્વાદ

શું તમે પણ બચેલું ખાવાનું ફ્રીજમાં મુકો છો ? આ ૩ સંકેતોથી જાણો કે એ ફૂડ હવે ખાવા લાયક છે કે નહિ ?

કાનુડાની છઠ્ઠી પર ખાસ પ્રસાદ બનાવો, લસણ અને ડુંગળી વગરની કઢી બનાવો.

વધુ જુઓ..

પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગો છો ? તો શ્રાવણી અમાવસ્યા પર આ 7 સ્ટેપ્સમાં કરો પિતરોનું તર્પણ

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

આગળનો લેખ
Show comments