ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 4 જૂન 2023 (17:12 IST)

Somwar- સોમવારે કરો ભગવાન શિવના ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ

somwar upay
somwar upay- સોમવારનો દિવસ શિવ ભગવાનનો દિવસ બતાવ્યો છે.  ભોલેનાથની આ દિવસે પૂજાનુ વિધાન છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો આ દિવસે શંકર ભગવાનના નામનુ વ્રત પણ કરે છે. માન્યતા છે કે ભગવાન શિવ થોડીક સાધનાથી પણ પ્રસન્ન થઈ જાય છે અને પોતાની કૃપા ભક્તો પર વરસાવે છે. ભક્તોના જીવનમાં આવી રહેલ ધન અને વિવાહ  કે નોકરી જેવી પરેશાનીઓ દૂર કરે છે. આવામાં જો તમે પણ આ પરેશાનીઓથી ઘેરાયા છો અને છુટકારો મેળવવા માંગો છો તો સોમવારે આ ઉપાયો જરૂર અજમાવો. 
 
- પારિવારિક અશાંતિ અને તનાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે. 
 
- કામ, આજીવિકા, નોકરીમાં તરક્કી જે સારા રોજગારની કામના છે તો શિવલિંગનો મઘની ધારાથી અભિષેક કરો. 
 
- લાંબી કે ગંભીર બીમારીથી કંટાળી ગયા છો તો પંચમુખી શિવલિંગ પર તીર્થ જળ અર્પિત કરવાથી રોગમુક્ત થશો. 
 
- સોમવારે શિવલિંગમાં આંકડાના ફૂલ કે ધતૂરો ચઢાવવાથી પારિવારિક, કાર્યક્ષેત્ર કે કોર્ટ વિવાદોથી છુટકારો કે મનપસંદ પરિણામ મળે છે. 
 
- માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મિક્સ કરીને પરેશાનીઓથી મુક્તિ મેળવો. 
 
- સોમવાર કાળસર્પ દોષ શાંતિ માટે ખૂબ શુભ છે. તેથી આ માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જપ કોઈ વિદ્વાન  બ્રાહ્મણથી જાણીને અવશ્ય કરો. 
 
- આ બધા ઉપાયોમાંથી કોઈપણ કામ ન કરી શકો ઓછામાં ઓછુ સોમવારે શિવને પવિત્ર જળ અને બિલીપત્ર જ અર્પિત કરી દો. તેનાથી જીવનમાં થઈ રહેલ દરેક ઉથલ-પાથલ થંભી જશે.