સંબંધિત સમાચાર
- Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય
- Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે
- Jagannath Prasad- રથયાત્રાના મુખ્ય મહાપ્રસાદ અને વાનગીઓ:
- Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ
- Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.
Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથજી રથયાત્રાના 15 દિવસ પહેલા પોતાના મોસાળ (સરસપુર) જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે . આ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.
ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવે છે. ત્યાર પછી મંગળા આરતી થશે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે.
નેત્રોત્સવનું મહત્વ
ભગવાનના સ્વસ્થ થવાનું પ્રતીક માનવામાં આવે છે.
આ દિવસે લાંબા વિરામ બાદ પ્રથમ વખત ભક્તોને ભગવાનના દર્શન થાય છે.
નેત્રોત્સવ બાદ જ ભગવાન રથમાં બિરાજમાન થઈ જગન્નાથ રથયાત્રા માટે નીકળે છે
આગળનો લેખ
