સોમવાર, 8 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 ડિસેમ્બર 2025 (07:02 IST)

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Kinjal Dave Dhruvin Shah engagement
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 
કિંજલ દવેએ તેમના મંગેતર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈનો વીડિયો કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગમાં ઉત્તરપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલને શુભકામનાઓ આપી હતી.

 
કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના અસંખ્ય ફેંસમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતની 'ચાર ચાર બંગડીવાળી' સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.

 
ઉલ્લેખનીય છે કે કિંજલ દવે અગાઉ વર્ષ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ આશરે પાંચ વર્ષ સુધી સગાઈ બંધનમાં રહ્યા બાદ 2023માં આ સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ બે વર્ષમાં કિંજલ દવે ફરી જીવનમાં નવા સાથી સાથે આગળ વધ્યા છે. 5 ડિસેમ્બર 2025ના રોજ ગોળધાણા પ્રસંગ અને 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
કોણ છે ધ્રુવિન શાહ 
ધ્રુવિન શાહ માત્ર એક બિઝનેસમેન જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઓળખાતા અભિનેતા પણ છે. તેઓ લોકપ્રિય ગુજરાતીમાં કન્ટેન્ટ પ્રદાન કરતી JoJo Appના ફાઉન્ડર છે. વ્યવસાય અને કલાકૃતિ બંને ક્ષેત્રે ધ્રુવિન શાહનું મહત્વનું સ્થાન છે.