Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમાસના દિવસે શું કરવું જોઈએ

Updated: મંગળવાર, 18 નવેમ્બર 2025 (13:32 IST)
-  અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું. 
-આ દિવસે કોઈપણ તીર્થસ્થળ પર સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે. 
-અમાસના દિવસે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. જો નદીમાં જવું શક્ય ન હોય તો, પાણીમાં ગંગાનું પાણી ભેળવીને ઘરે સ્નાન કરો.
-આ દિવસે કાળા તલ, કપડાં, અનાજ અથવા ગોળનું દાન કરવાથી શનિ અને રાહુ-કેતુ જેવા અશુભ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
 
-પીપળના વૃક્ષ પર પાણી ચડાવો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળાના વૃક્ષની સાત વખત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાડે સતી અને ધૈયાની અસર ઓછી થાય છે.
- અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી ઘરની અગાશી પર દક્ષિણાભિમુખ થઈ તમારા પિતરો માટે તેલનો ચોમુખી દીવો રાખવું. 
 
-એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ, તુલસી, લીમડો, આમળા અથવા બેલપત્રનો છોડ લગાવવાથી ગ્રહના કારણે થતા તમામ દોષ દૂર થઈ જાય છે.
-ધોતી, ગમછા, બનિયાન વગેરે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સ્નાન કર્યા પછી કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
 
-પિતૃઓની કૃપા મેળવવા માટે દૂધ, ચોખા, ચાંદી, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરો.
-જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે. 
-અમાસ તિથિએ કરવામાં આવતા દાન, સ્નાન અને પૂર્વજો સંબંધિત ઉપાયો અત્યંત ફળદાયી અને ગ્રહદોષ અને પૂર્વજોના શાપથી મુક્ત થાય છે.
 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શું ફાયદો થાય છે, ડોકટરે જણાવ્યા તેના કમાલનાં ફાયદા

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

Janmashtami 2026- જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી, જાણો સરળ અને ઝડપી રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 સપ્ટેમ્બર 2026

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આજે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

Happy Sheetla Satam Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

શીતળા સાતમ પૂજાની સામગ્રી

આગળનો લેખ
Show comments