Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

Updated: ગુરુવાર, 16 એપ્રિલ 2026 (20:04 IST)
હિન્દુ ધર્મમાં, અગ્નિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જે પાંચ તત્વોમાંનું એક છે. મૃત્યુ પછી, શરીરને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અગ્નિ શરીરને પાંચ તત્વો સાથે જોડે છે, આત્માને બધા શારીરિક બંધનોમાંથી મુક્ત કરે છે. જો કે, જ્યારે નાના બાળકોની વાત આવે છે, ત્યારે આ પરંપરા એક અલગ સ્વરૂપ ધારણ કરે છે, જે ફક્ત ધાર્મિક માન્યતાઓમાં જ નહીં પરંતુ ભાવનાત્મક વાતો સાથે પણ સંબંધ ધરાવે છે.   જીવન અને મૃત્યુ પાછળ ગહન રહસ્યો છુપાયેલા છે, જે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે.
 

નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા 
 

હિન્દુ ધર્મમાં બાળકોને અગ્નિસંસ્કાર કરવાને બદલે દફનાવવાની પ્રથા પાછળનું કારણ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. આ ગ્રંથ મુજબ, જો ગર્ભ અથવા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકનું મૃત્યુ થાય છે, તો તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો નથી. કારણ એ આપવામાં આવ્યું છે કે બાળકોમાં આ વય સુધી "હું" અને "મારું" ની ભાવના વિકસિત થતી નથી. આટલી નાની ઉંમરે, તેઓ સંસારની મોહમાયાથી અછૂતા રહે છે. સાથે જ બધા પ્રકારના પાપ અને પુણ્યથી પણ અછૂતા રહે છે. સાથે જ બધા પ્રકારના પાપ અને પુણ્યના બંધનોથી મુક્ત હોય છે.  
 
આ અવસ્થામાં આત્માને શરીર સાથે કોઈ લગાવ હોતો નથી. જેનાથી તેઓ સહેલાઈથી શરીર ત્યજી દે છે. આવામાં શરીરના અગ્નિ સંસ્કારની કોઈ જરૂર રહેતી નથી. તેથી શિશુ કે નાના બાળકની બોડીને કા તો દફનાવી દેવામાં આવે છે અથવા તો નદીમાં વિસર્જીત કરી દેવામાં આવે છે.  
 

કપાલ ક્રિયા અનિવાર્ય નથી 

 
સાથે જ  નાના બાળકોના શરીર ખૂબ જ નાજુક હોય છે. બ્રહ્મરંધ્ર એ માનવ માથાનો ઉપરનો ભાગ છે, જેના દ્વારા આત્મા કાઢવા માટે કપાલ ક્રિયા  કરવામાં આવે છે. જો કે, જ્યારે બાળક મૃત્યુ પામે છે, ત્યારે આ ભાગ સંપૂર્ણપણે બંધ થતો નથી, જેના કારણે આત્મા સરળતાથી બહાર નીકળી જાય છે, જેના કારણે આ પ્રક્રિયાની જરૂર રહેતી નથી.  
 
એક કારણ એ પણ છે કે નાના બાળકનું મૃત્યુ પરિવાર માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આવામા દફનવિધિની પ્રક્રિયા ખૂબ જ શાંત હોય છે. વધુમાં, બાળકને અંતિમ વિદાય આપવાની આ પરંપરા એ પરિવારને એવી અનુભૂતિ કરાવે છે કે તેમનું બાળક ધરતીમાતાના ખોળામા સુરક્ષિત છે અને   શાંતિથી આરામ કરી રહ્યું છે.
 
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે. આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વેબદુનિયા  આમાંના કોઈપણ નિવેદનોની સત્યતાને પ્રમાણિત કરતું નથી.  

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments