1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Garud Puran Niyam for dead person belongings

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

garud puran rules in gujarati
garud puran rules in gujarati
Garud Puran Niyam: જીવન એક સુંદર યાત્રા છે. આપણા જીવનની આ યાત્રામાં અનેક લોકો આવે છે અને જતા રહે છે. આવામા જ્યારે કોઈ તમારુ પ્રિય વ્યક્તિ આ દુનિયામાંથી જતુ રહે છે તો આપણી પાસે ફક્ત તેની સાથે વિતાવેલા ક્ષણની યાદો જ રહી જાય છે.  આ ઉપરાંત મોત પછી વ્યક્તિની પ્રિય વસ્તુઓ પણ પાછળ રહી જાય છે.  ઘણા લોકો એવા હશે જે તમારા પ્રિય વ્યક્તિના મર્યા બાદ તેમના કપડા, ઘરેણા કે અન્ય વસ્તુઓ ખૂબ સાચવીને મુકતા હશે કે પછી ઉપયોગમાં લાવતા હશે. તેનાથી જરૂર આ મહેસૂસ તો કરી શકાય છે કે મરનાર વ્યક્તિ આપણા ખૂબ જ નિકટ છે.  પણ શુ તમે જાણ છો કે મૃતકની વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય છે કે અયોગ્ય ? ગરુડ પુરાણમાં આ માટે કેટલાક નિયમ બતાવ્યા છે. 
 
 
મોત પછી શરૂ થાય છે નવી યાત્રા 
હિન્દુ ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુ અને ત્યારબાદના રિવાજો, નિયમો વિશે ઘણુ બધુ વિસ્તારથી બતાવ્યુ છે. જેના મુજબ જ્યારે કોઈ વ્યક્તિની આત્મા દેહ ત્યજી દે છે તો તે ફરીથી એક નવી યાત્રા પર નીકળી જાય છે.  આ નવી યાત્રામાં પણ તે આત્મા પોતાની જૂની જીંદગી સાથે જોડાયેલ સંબંધો અને વસ્તુઓને લઈને મોહમાં જ રહે છે.  આવામા કહેવાય છે કે જો આપણે આપણા પ્રિયની મોત પછી તેની  વસ્તુઓનો ઉપયોગ કરીએ છે તો આત્માનો મોહ ખતમ થવામાં વધુ મોડુ થશે.  
 

મૃત વ્યક્તિના કપડાને પહેરવા કેટલા યોગ્ય ?
 

કપડા ફક્ત બહારી સુંદરતાનુ આવરણ જ નથી. ગરુડ પુરાણનુ માનીએતો પોતાના કપડા સાથે લોકોનો એક મજબૂત અટેચમેંટ હોય છે. માન્યતાઓ છે કે કપડામાં મૃતક વ્યક્તિની ઉર્જા તેના ગયા પછી પણ કાયમ રહે છે.  આવામાં એવુ કહેવાય છે કે જ્યારે બીજો વ્યક્તિ એ કપડા પહેરવાનુ શરૂ કરે છે તો તે માનસિક અસહજતા કે બેચેની અનુભવી શકે છે. જેના વિશે કોઈને બતાવી પણ શકતો નથી. તેથી ગરુડ પુરાણ મુજબ એવુ કરવુ જ યોગ્ય છે કે આ કપડાને સ્વચ્છ કરીને ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે.  
 

મૃતકના ઘરેણા  
 

ગરુડ પુરાણ મુજબ ઘરેણામાં પણ તેને પહેરનારી વ્યક્તિનો સ્પર્શ અને ઉર્જા જોડાયેલી રહે છે. કારણ કે ઘરેણા લાંબા સમય સુધી શરીરના સંપર્કમાં રહે છે. આવામાં એવુ માનવામાં આવે છે કે મૃતકના ઉતારેલા ઘરેણા નહી પહેરવા જોઈએ.  જો કે મૃતકના જીવતા રહેતા તેને ભેટમાં આપેલા ઘરેણા ઉપયોગમાં લેવા ખોટુ નથી. 
 

આ વસ્તુઓનો પણ ન કરશો ઉપયોગ 
 

ગરુડ પુરાણના મુજબ મૃતકની ઘડીયાળનો ઉપયોગ કરવો પરેશાનીઓનુ કારણ બની શકે છે. કારણ કે ઘડિયાળને વ્યક્તિના સમય અને જીવન સાથે જોડીને જોવામાં આવે છે.  આ સાથે જ જૂતા અને ચંપલનો સંબંધ પૃથ્વી તત્વ સાથે બતાવ્યો છે. તેને પહેરવુ નકારાત્મકતાને વધારનારો માનવામાં આવે છે. કારણ કે તેમા વ્યક્તિનો સીધો સંપર્ક હોય છે. બીજી બાજુ મૃત વ્યક્તિના વાસણ પણ બદલવાની સલાહ આપવામાં આવે છે.  કારણ કે તેની ઉર્જા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે શકે છે.  
 
બીજી બાજુ આ વસ્તુઓનુ દાન કરવાથી મરનારા વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તેમની આગામી યાત્રા કોઈપણ પરેશાની વગરે આગળ વધી શકે છે. ગરુડ પુરાણ મુજબ આ વાતોને ન માનવાથી પિતૃ દોષ લાગી શકે છે અને જીવનમાં માનસિક, આર્થિક અને પારિવારિક પરેશાનીઓ વધવાનુ કારણ બની શકે છે.