1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
  4. Gandhi Jayanti Nare in Gujarat

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Mahatma Gandhi Jayanti Slogans
Mahatma Gandhi Jayanti Slogans
Slogan on Mahatma Gandhi Jayanti 2026 in Gujarati : દર વર્ષે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ પર, આપણે યાદ કરીએ છીએ કે "રાષ્ટ્રપિતા" ના શબ્દોએ જ  બ્રિટીશ શાસનને હચમચાવી નાખ્યું હતું. તેમના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય સ્વતંત્રતા માટેના આંદોલનોએ એક અનોખી રીતે ક્રાંતિને જન્મ આપ્યો. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો, અને આ માર્ગ દ્વારા જ સ્વતંત્રતા અને વિજય પ્રાપ્ત થયો. તેમની જન્મજયંતિ નિમિત્તે, અહીં કેટલાક મહત્વપૂર્ણ સૂત્રો છે જે તમે જાગૃતતા રેલીઓ, ભાષણો અથવા કાર્યક્રમોને સંબોધવા માટે તૈયાર કરી શકો છો.

મહાત્મા ગાંધીનુ ફેમસ સ્લોગન 

ગાંધીજીએ કહ્યુ હતુ કે 'કરો યા મરો' (Do or Die). આ સ્લોગન તેમણે 8 ઓગસ્ટ 1942 ના રોજ બોમ્બેના ગોવાળિયા ટૈંક મેદાનમાં ભારત છોડો આંદોલન માટે એક ભાષણ દરમિયાન આપ્યુ હતુ.  તેમણે એ પણ નારો આપ્યો કે તમે કોઈ બીજાના વિચારોને કેદ કરી શકતા નથી.  
 

Gandhi Jayanti par Nare: 2 ઓક્ટોબર પર 10 સ્લોગન, જે ભરે છે જોશ  

મહાત્મા ગાંધીના સૂત્રો અને કાર્યવાહી માટેના આહ્વાનથી સ્વતંત્રતા ચળવળના લોકોમાં દેશભક્તિ, એકતા અને સંઘર્ષની ભાવના મજબૂત થઈ. સત્ય, અહિંસા અને સ્વરાજના સંદેશાઓએ સામાન્ય લોકોને ચળવળમાં જોડાવા, અન્યાય સામે અવાજ ઉઠાવવા અને સ્વતંત્રતા માટે સંગઠિત થવા પ્રેરણા આપી. 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ માટે અહીં કેટલાક પ્રખ્યાત સૂત્રો છે.
 

અંગ્રેજો ભારત છોડો - ભારત છોડો આંદોલન સાથે જોડાયુ લોકપ્રિય સ્લોગન 

સત્યાગ્રહ - ગાંધીજીના સંઘર્ષના મુખ્ય સિદ્ધાંત અને આંદોલનની ઓળખ  
અહિંસા પરમો ધર્મ - ગાંધીજીના અહિંસાવાદી વિચારો સાથે જોડવામાં આવે છે. પણ તેને ગાંધીજીનુ મૂળ સ્લોગન બતાવવામા સાવધ રહેવુ જોઈએ. 
સ્વતંત્રતા માટે મરતા સીખો, મારતા નહી 
ભયથી મુક્તિ વગર સાચી આઝાદી શક્ય નથી 
જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે તે અહિંસાનુ પાલન નથી કરતા 
અહિંસા કમજોરોનુ હથિયાર નથી, પણ મજબૂત લોકોનુ હથિયાર છે. 
અન્યાયની સાથે સહયોગ કરવો પણ અન્યાય છે. 
અસહયોગનો અર્થ છે અન્યાયપૂર્ણ સત્તાને પોતાની શક્તિન આપવી 
જો કોઈ કાયદો અન્યાયપૂર્ણ છે તો તેનો વિરોધ કરવો અમારુ કર્તવ્ય છે. 

 
ગાંધીજીના વિચારોએ હંમેશા આગળ વધવા અને પ્રેરણા આપવાનુ કામ કરે છે. તેમને કહ્યુ હતુ કે જે ભયભીત થય છે તે નિષ્ફળ થાય છે. તેથી આપણે ફક્ત આપણા જ વિશે વિચારવાનુ છોડવુ પડશે, ત્યારે જ તો આપણે બીજા વિશે વિચારી શકીશુ. 
 

ગાંધીજીનુ સ્લોગન શુ છે 

‘અહિંસા જ ધર્મ છે, બીજી બાજુ જીવનનો એક માર્ગ છે. ગાંધીજીનો આ વિચાર અહિંસા વિશે બતાવે છે. તેમને માટે અહિંસા ફક્ત હિંસાથી દૂર રહેવુ જ નથી.  પરંતુ સત્ય, કરુણા અને આત્મસંયમ સાથે જીવન જીવવાનો માર્ગ હતો. સ્વતંત્રતા આંદોલનમાં પણ તેમને તેને સંઘર્ષનુ સાધન બતાવ્યુ હતુ.  
આગળનો લેખ
કોલેજમાંથી બહાર બોલાવીને છાતીમાં છરા મારવામાં આવ્યા; ૧૯ વર્ષીય બી.કોમ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત