ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (08:19 IST)

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂ

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત ગણાય છે. આ દિવસે લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ કરે છે. માન્યતા છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ઉપાયો 
કરવાથી નોકરી સંબંધી પરેશાનીઓ પણ દૂર હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈને કાર્યક્ષેત્રમાં મુશેક્લીઓ આવી રહી છે તો તે આ ઉપાયોને અજમાવી શકે છે. 
1. નોકરીમાં પ્રમોશન માટે માતા લક્ષ્મીને લાલ કપડા શુક્રવારના દિવસે અર્પિત કરવા જોઈએ તેની સાથે જ માતાને ચાંદલો, લાલ ચુનરી અને લાલ બંગડીઓ પણ ચઢાવો. 
2. શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મી નારાયનના પાઠ કરવાથી પણ નોકરી સંબંધી પરેશાની દૂર થવાની માન્યતા છે. 
3. નોકરી કે બિજનેસમાં પ્રમોશન મેળવવા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ આરાધના કરવી જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 
4. શુક્રવારના દિવસે પૂજા ઘરમાં કમલના ફૂળ પર બેસી માતા લક્ષ્મી સ્થાપિત કરવી. ત્યારબાદ માતાની વિધિ-વિધાનથી પૂજા કરવી. માને આ દરમિયાન કમળનો ફૂલ, કોડી, મખાણા, બતાશા, શંખ વગેરે અર્પિત 
 
કરવું. માન્યતા છે કે આવુ કરવાથી નોકરી જવાનો સંકટ ટળી જાય છે. 
5. જો નોકરીમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે તો શ્રીસૂક્તનો પાઠ ખૂબ લાભકારી ગણાય છે.  શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજાના સમયે શ્રીસૂક્ત પાઠ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોવાની પણ માન્યતા છે.