ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે કરો આ 5 ઉપાય

પૈસાની જરૂરિયાત દરેક માનવીને ડગલે ને પગલે રહેતી હોય છે.  પણ કહેવાય છે કે પૈસો એ સૌને કિસ્મત મુજબ જ મળે છે.  પરંતુ જો આપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને કેટલાક ઉપાયો કરીએ તો આપણી પર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. આવો જાણીએ આ ઉપાયો 
 
- શુક્રવારના રોજ  ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે.
શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.
 
- જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે.
 
- શુક્રવારના દિવસે ઘરના પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો મંત્ર ૐ શ્રીં શ્રીય નમ: નો 108 વાર જાપ કરવાનો છે. મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો. પછી સાત વર્ષથી ઓછી ઉંમરની કન્યાને ખીર અને બે પડવાળી રોટલીનુ ભોજન કરાવો.
 
-ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો. 
 
-  શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.