Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Updated: રવિવાર, 23 ઑગસ્ટ 2026 (08:16 IST)
shravan putrada ekadashi

 
Putrada Ekadashi Vrat Katha - બાળકના સુખ, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે. તેમાંથી એક છે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત. તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ  માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે. આ વર્ષે શ્રાવણ  પુત્રદા એકાદશી 23 ઓગસ્ટ 2026 ના રોજ ઉજવાશે.

ALSO READ: ધન્ય એકાદશી... એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ - Ekadashi Kariye To

શ્રાવણ અને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી (Putrada Ekadashi) કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે.
 
1. પુત્ર અને સંતાન પ્રાપ્તિ: આ એકાદશીનું સૌથી મુખ્ય મહત્વ સંતાન સુખ સાથે જોડાયેલું છે. જે દંપતીને સંતાન ન થતું હોય કે સંતાન પ્રાપ્તિમાં અડચણો આવતી હોય, તેઓ જો આ વ્રત પૂરા શ્રદ્ધા અને વિધિ-વિધાનથી કરે તો તેમને ઉત્તમ અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.
 
2. વંશ વૃદ્ધિ અને સંતાનનું રક્ષણ: જે લોકોને પહેલેથી સંતાન છે, તેઓ પોતાના બાળકના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય, સફળતા અને સુરક્ષા માટે આ વ્રત રાખે છે. આ વ્રતથી વંશની વૃદ્ધિ થાય છે.
 
૩. પાપોમાંથી મુક્તિ: શાસ્ત્રો અનુસાર, પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સાધકના સમસ્ત પાપો અને પૂર્વજન્મના દોષોનો નાશ થાય છે, જેનાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.
 
4. મોક્ષ અને વિષ્ણુ કૃપા: આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
 
પૌરાણિક કથાનો સાર: પ્રાચીન સમયમાં ભદ્રાવતી નગરના રાજા ભદ્રાવમાન અને રાણી સુદક્ષિણાને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા હતા. ઋષિ-મુનિઓની સલાહથી તેમણે પોષ શુક્લ એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. ત્યારથી આ એકાદશી "પુત્રદા એકાદશી" તરીકે ઓળખાય છે.

આવો જાણીએ  શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત કથા;

 

પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના ,પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા. 

 
 એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.
 
આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.
 
સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ.” રાજા બોલ્‍યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”
 
મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. મહા મહિનો નજીક આવ્‍યો છે. આજથી પાંચમાં દિવસે મહા મહિનાના સ્‍નાનનો પ્રારંભ થઇ જશે. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.”
 
મુનિ બોલ્‍યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.”

ALSO READ: Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય
 
પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું જોઇએ. મે લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્‍ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, “એ આ લોકમાં પુત્ર પ્રાપ્‍ત કરીને મૃત્‍યુ પછી સ્‍વર્ગ પ્રાપ્‍ત કરે છે. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે.”

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments