Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

Updated: સોમવાર, 31 ઑગસ્ટ 2026 (14:43 IST)
શ્રાવણ માસ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં અનેક વ્રત અને તહેવારો આવે છે. ગૌરી વ્રતથી શરૂ થતો શ્રાવણ માસ જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા પર્વોથી ભક્તિ અને પરંપરાના રંગોથી ભરાઈ જાય છે.
 
આ તમામ તહેવારોમાં રાંધણ છઠનું વિશેષ મહત્વ છે. આ દિવસે મહિલાઓ વહેલી સવારથી રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. રાંધણ છઠના દિવસે બનાવેલું ભોજન બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ઠંડું કરીને આરોગવાની પરંપરા છે.

રાંધણ છઠના દિવસે બને છે અનેક વાનગીઓ

રાંધણ છઠના દિવસે ઘરમાં વિવિધ પ્રકારની મીઠી અને તીખી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંપરાગત વાનગીઓમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર સહિત અનેક મિષ્ઠાનનો સમાવેશ થાય છે.
 
સમયની સાથે વાનગીઓમાં પણ બદલાવ આવ્યો છે. આજકાલ કેટલાક ઘરોમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેન્ડવિચ, ફ્રૂટ સલાડ જેવી આધુનિક વાનગીઓ પણ રાંધણ છઠના દિવસે તૈયાર કરવામાં આવે છે.
 

રાંધણ છઠની રાત્રે ચૂલાની પૂજા

તમામ વાનગીઓ બનાવી લીધા બાદ રાંધણ છઠની રાત્રે રસોડા અને ચૂલાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ચૂલાને ઠારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.
 
માન્યતા મુજબ, ચૂલો ઠંડો કર્યા બાદ શીતળા સાતમના દિવસે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ દિવસે ઘરમાં પહેલેથી બનાવેલું ઠંડું ભોજન જ આરોગવાની પરંપરા છે.

શીતળા માતા સાથે જોડાયેલી લોકમાન્યતા

લોકવાયકા મુજબ, શીતળા માતા રાંધણ છઠ બાદ ઘરે-ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી અને ઘરના તમામ સભ્યો અગાઉથી બનાવેલું ઠંડું ભોજન આરોગે છે.
 
આ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં પ્રાચીન સમયની જીવનશૈલી અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલી સમજણ પણ જોવા મળે છે.
 

શા માટે ખાવામાં આવે છે ઠંડી રસોઈ?

ભારતીય સંસ્કૃતિના અનેક પર્વો અને તહેવારોનો સંબંધ ઋતુ, સ્વાસ્થ્ય, પ્રકૃતિ, સદભાવ અને ભાઈચારાની ભાવના સાથે જોડાયેલો છે. રાંધણ છઠ અને શીતળા સાતમ પણ આવી જ પરંપરાનો એક ભાગ છે.
 
આ સમયગાળામાં ઋતુ પરિવર્તન શરૂ થાય છે અને વાતાવરણમાં ગરમી વધવા લાગે છે. તેથી આ પર્વ સાથે ઠંડા ભોજનની પરંપરા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાન સહિતના કેટલાક વિસ્તારોમાં આ સમયથી બાજરાની રોટલી, છાશ અને દહીં જેવી વસ્તુઓનું સેવન કરવાની પરંપરા પણ જોવા મળે છે.
 
શીતળા માતાની પૂજા બાદ તેમના ચરણામૃત કે પવિત્ર જળથી આંખો ધોવાની પણ કેટલીક વિસ્તારોમાં પરંપરા છે. તેને પ્રાચીન સમયમાં આંખોની સંભાળ અને ગરમીથી રક્ષણ સાથે જોડાયેલી માન્યતા તરીકે જોવામાં આવે છે.

પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા

રાંધણ છઠ સાથે કેટલીક અન્ય પરંપરાઓ પણ જોડાયેલી છે. આ દિવસે નવા માટલાં, દહીં જમાવવા માટેના માટીના વાસણો અને હાથથી ચલાવતા પંખા લાવવાની તેમજ દાન કરવાની પ્રથા કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
 
આ પરંપરાઓ આપણને એ સમયની યાદ અપાવે છે જ્યારે ઘરોમાં કૂલર, ફ્રિજ અને એસી જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ નહોતા. આપણા પૂર્વજોએ ઋતુ પરિવર્તનને જીવનશૈલી, સ્વાસ્થ્ય અને પરોપકાર સાથે જોડીને અનેક પરંપરાઓ વિકસાવી હતી.
 
આ રીતે રાંધણ છઠ માત્ર વિવિધ વાનગીઓ બનાવવાનો તહેવાર નથી, પરંતુ પરંપરા, શ્રદ્ધા, પરિવાર સાથે મળીને ઉજવણી અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિની સુંદર પરંપરા છે.

વધુ જુઓ..

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

વધુ જુઓ..

Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો

શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી અંગેની મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ અને સમય જાણો

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, શું પ્રસાદ ચઢાવશો

શુ તમે પણ નવરાત્રી અને દુર્ગા પૂજાને એક સમજો છો ? અહી જાણો બંને વચ્ચે અંતર

આગળનો લેખ
Show comments