Webdunia - Bharat's app for daily news and videos

Install App

વટ સાવિત્રી વ્રત અને પૂજા વિધી - Vat Savitri Vrat Puja Vidhi

રવિવાર, 12 જૂન 2022 (14:03 IST)
ભારત એ સંસ્કૃતિનો દેશ છે. અહીં તહેવારોનુ અલગ જ મહત્વ છે. ભારતીય નારી માટે પતિ પરમેશ્વર બરાબર છે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તે દરેક ઉપવાસ કરે છે. બધા તહેવારોમા ભારતીય નારી માટે એક મહત્વનો તહેવાર છે - વટપૂર્ણિમા. વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
 
વટ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.
 
વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી-સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીયો અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે.
 
આ વ્રતની પૂજન વિધિ આ પ્રમાણે છે.
* વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી નિત્યકર્મથી પરવારી સ્નાન કરવું.
* ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું.
* એક થાળીમાં હળદર,કંકુ,ફૂલ, કાચો દોરો(સૂત), પલાળેલા ચણા,નારીયળ, પંચામૃત ધૂપ, પાકી કેરી, વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝપીસ કે રૂ નાં વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે.
* સૌ પ્રથમ વડમાં પાણી સીંચો, સામે એક પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કરો
ત્યારબાદ વડની હળદર-કંકુ વગેરેથી પૂજા કરો. એક બ્લાઉઝ પીસ સાથે એક સુહાગિનના સૌંદર્યની બધી સામગ્રી જેવી કે બિંદી,કાંસકો,બંગડી,અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી મૂકો
* હવે વડને ફળ-ફૂલ ચઢાવી તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની સાત કે અગિયાર પરિક્રમા કરો
* છેલ્લે હાથમાં ફૂલ કે ચોખા લઈને વટ-સાવિત્રીની કથા સાંભળો.
* પૂજાવિધિ પત્યા પછી બ્રાહ્મણોને વસ્ત્ર તથા ફળ વગેરે વસ્તુઓનુ દાન કરો.
 
છેલ્લે નિમ્ન સંકલ્પ સાથે ઉપવાસ રાખો
 
વ્યાદિસકલદોષપરિહારાર્થ બ્રહ્મસાવિત્રીપ્રીત્યર્થ
સત્યવત્સાવિત્રીપ્રીત્યર્થ ચ વટસાવિત્રીવ્રતમહં કરિષ્યે.

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

વધુ જુઓ..

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા

આગળનો લેખ
Show comments