બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

શનિવારે અહી બાંધો કાળો દોરો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા

saturday upay
હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણુ શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ આપણે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે. જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચી શકતી નથી. તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છીએ. કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લૉકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માને છે.
 
ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કાળો દોરો પહેરવાથી લઈને કાળો ટિકો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. કાળો રંગ, નજર લગાવવાની એકાગ્રતાને ભંગ કરી નાખે છે. જેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત માણસને પ્રભાવિત કરી શકતી નથી. 
 
કાળો દોરો નજરથી તો બચાવે છે સાથે જ તેની સાથે સંકળાયેલો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે. તમે બજારમાંથી રેશમી કે સૂતરનો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે આ કાળા દોરો હનુમાનજીના મંદિર લઈ જાઓ. આ દોરામાં નવ નાની-નાની ગાંઠ લગાવી લો અને તેના પર હનુમાનજીના પગનુ  સિંદૂર લગાવી લો.
 
હવે તે દોરાને ઘરના મુખ્ય બારણા પર બાંધી દો કે તિજોરી પર બાંધી દો. માત્ર એક નાના ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. શનિવારે જ્યારે કોઈ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરો તો ત્યાં ૐ શનયે નમ: નો જાપ કરતા નવ ગાંઠ બાંધી દો.
 
વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે. તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાને અવશોષિત કરી નાખે છે. જેની અસર આપણા શરીર પર પડતી નથી.  આ એક પ્રકારનું  સુરક્ષા કવચ બનાવે છે. શનિદોષથી બચવા માટ પણ માણસે  કાળો દોરો બાંધવો જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ માણસ પર પડતો નથી.