suvichar

Adhik maas- અધિક માસનું મહત્વ

Updated: સોમવાર, 11 મે 2026 (14:17 IST)
અધિક માસનું મહત્વ- પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાને આ મસ પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે.
 
અધિક માસમાં વિધિ-વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ-કર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિત્તરોની કૃપા પ્રાપ્તિ માટે આ મહિનામાં પુણ્ય કર્મ કરવા જોઈએ.
 
ALSO READ: Adhik maas 2026 - અધિક માસ ક્યારે છે, જાણો મહત્વ, શું કરવું - શું ન કરવું જોઈએ
આ સંસારમાં મનુષ્ય માયાથી મુક્તિ મેળવવા માટે જીવન ભર ભટકતો રહે છે. તેને મુક્તિ નથી મળતી. જે ક્ષણે શ્રીમદ ભાગવત અને ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ પ્રત્યે તેમના મનમાં ભાવ જાગે છે. તે ક્ષણે માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પાપોથી મુક્તિ મેળવીને પોતાના લોક અને પરલોક બંનેમાં સુધાર લાવે છે.

ALSO READ: Adhik Maas Katha - મલમાસના પુરૂષોત્તમ માસ બનવાની પૌરાણિક કથા

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ 

પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને ગણપતિ અધર્વશીષ મનુષ્યને પુણ્ય તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોતમ માસનો સંયોગ પણ ઘણો દુર્લભ છે. કહેવાય છે કે સ્વર્ગમાં બધુ મળી શકે છે, પણ ભગવાન કથા નહી. ભગવાન મળી જશે, પણ ભગવાનની કથા નહી. અધિક માસ અર્થાત પુરૂષોત્તમ માસ ભગવાન વિષ્ણુએ માનવના પુણ્ય કાર્ય માટે બનાવ્યો છે. .
 
પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે તો ભગવાને અધિકમાસની રચના કરી. ત્યારપછી જ નરસિંહ અવતાર લઈને ભગવાને તેનો વધ કર્યો. આ મહિનામાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરવુ હિતકારી રહે છે. તેમના જાપ કરવા માત્રથી જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.

Edited By-Monica Sahu 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

ગરમ ચા-કોફી પીવાની ટેવ પડી શકે છે ભારે, ૩ ગણો વધી જાય છે એસોફૈગસનો ખતરો

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments