ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 7 ઑક્ટોબર 2015 (12:18 IST)

બિહાર પોલ - મોદી લહેરમાં વિખરાય જશે મહાગઠબંધન, બિહારમાં એનડીએ સરકાર - સર્વે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વોટ પડવાના એક અઠવાડિયા પહેલા બીજેપીના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધન નીતીશના નેતૃત્વવાળા મહાગઠબંધન પર બઢત મેળવતી જોવા મળી રહી છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ધ ઈંડિયન એક્સપ્રેસ અને જનસત્તા માટે વિશેષ રૂપે કરવામાં આવેલ લોકનીતિ-CSDSના ચૂંટણી પૂર્વ સર્વેમાં આ સંકેટ મળ્યો છે કે ચૂંટણીમાં એનડીએ ઓછામાં ઓછા મહાગઠબંધનથી 4 ટકા વધુ વોટ મેળવી શકે છે.  
 
સર્વે બતાવે છે કે જો ચૂંટણી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નક્કી થાય તો એનદીએને 42 ટકા વોટ મળતા અને મહાગઠબંધનને 38 ટકા વોટ મળી જતા. સમાજવાદી પાર્ટી અને પપ્પુ યાદવના નેતૃત્વમાં બનેલ થર્ડ ફ્રંટ કોઈ અસર નથી છોડી શકતી.  એક ગંભી વોટ કટવાના રૂપમાં પણ નહી. સર્વેમાં લેફ્ટ પાટિર્યો અને બીએસપી પણ પાછળ જતી જોવા મળી. અસદુદ્દીન ઓવૈસીની MIM મુશ્કેલીથી જ કોઈ કસર છોડી રહી છે.  જ્યારે કે ચૂંટણી અભિયાનમાં તેમને મુસ્લિમ વોટ્સ મેળવતા જોવા મળી રહ્યા છે. 
 
સર્વે મુજબ એનડીએ ને સવર્ણ જાતિયો, એકદમ પછાત જાતિયો અને દલિત સમુહના એક ભાગ ખાસ કરીને પાસવાન જાતિનુ સમર્થન મળતુ દેખાય રહ્યુ છે. બીજી બાજુ મહાગઠબંધન મોટાભાગે યાદવ, કુર્મી-કોઈરી અને મુસ્લિમોના વોટ પર નિર્ભર થતા દેખાય રહ્યા છે. સર્વે મુજબ શહેરના વિસ્તારોમાં એનડીએને મહાગઠબંધન પર ભાર બઢત મળતી દેખાય રહી છે. જ્યારે કે ગ્રામીણ વિસ્તારોમા વિધાનસભા ક્ષેત્રમાં મહાગઠબંધન એનડીએને ખૂબ ટક્કર આપતી દેખાય રહી છે. 
 
શહેરી વિસ્તારોમાં એનડીએ મહાગઠબંધન પર 20 ટકાથી વધુ વોટોની બઢત મેળવી રહ્યુ છે. જ્યારે કે ગ્રામીણ ક્ષેત્રોમાં આ આંકડો ફક્ત 2 ટકા પર સિમટાઈ જતો દેખાય રહ્યો છે. મહાગઠબંધન તિરુહુત, મિથિલા અને પૂર્વી સીમાંચલના ક્ષેત્રમાં સારુ પરિણામ લાવતુ દેખાય રહ્યુ છે.   જ્યારે કે એનડીએ ભોજપુર અને મગધના ક્ષેત્રમાં એનડીએનુ પ્રદર્શન શાનદાર રહેતુ જોવા મળી રહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈંડિયા ટુડે-સિસરોના સર્વેમાં પણ એનડીએની બઢત અને નીતીશ કુમારને મુખ્યમંત્રી પદને પ્રથમ પસંદ બતાવાઈ હતી. ઈંડિયા ટીવી અને સી વોટરે પોતાના સર્વેમાં નીતીશ-લાલૂ ગઠબંધનને એનડીએ પર બઢત બનાવતા બતાવ્યા હતા.