Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી તસવીરો થઈ લીક

રવિવાર, 7 એપ્રિલ 2024 (07:34 IST)
ramayan
 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મના સેટ પર થી શૂટિંગની નવી ફોટો લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. જે ફોટો લીક થઈ છે તેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથ નું પાત્ર ભજવશે જ્યારે લારા દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે. આ બંને કલાકારો હાલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમની તસ્વીરો વાયરલ થઈ છે.
 
લારા દત્તા જાંબલી રંગની સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરેલી જોવા મળી શકે છે. તેની સાથે અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ જોવા મળી શકે છે. શીબાએ મરૂન આઉટફિટ પહેર્યો છે. તેને જોઈને લાગે છે કે તે મંથરાના રોલમાં હોઈ શકે છે. 'રામાયણ'નો સેટ રાજા દશરથના મહેલની જેમ બનાવવામાં આવ્યો છે. તેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા ફરતા અને વાતો કરતા જોવા મળે છે. બંને કલાકારોની આસપાસ ફિલ્મ ક્રૂના લોકો પણ છે. એક તસવીરમાં ડિરેક્ટર નિતેશ તિવારી જોઈ શકાય છે.
 
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે. તો સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. અહેવાલ છે કે અભિનેત્રી સાક્ષી તંવરને મંદોદરીના રોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, બોબી દેઓલને કુંભકર્ણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે અને વિજય સેતુપતિને વિભીષણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી દાળ બનાવવાની રીત

બાંધેલો લોટ કલાકો સુધી તાજો રાખશે આ કિચન ટિપ્સ, નહીં પડે કાળો

ગુજરાતી વાનગી- વઘારેલી ખીચડી

રોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાનું કરો શરૂ, એક અઠવાડિયામાં આ સમસ્યા થશે દૂર

Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ

Show comments