Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ranbir Kapoor Alia Bhatt Wedding Photo: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ ફોટો વાયરલ, KISS કરતા કપલે જાહેર કર્યો પ્રેમ

ગુરુવાર, 14 એપ્રિલ 2022 (23:54 IST)
Ranbir Kapoor Alia Bhatt Wedding First look: બોલિવૂડની સુંદર અને ટેલેંટેડ  અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે રણબીર કપૂર(Ranbir Kapoor) ની પત્ની થઈ ગઈ છે. થોડા સમય પહેલા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. રણબીર કપૂર અને આલિયાની એક ઝલક માટે ફેન્સ આતુર હતા અને  તેમની આ ઈચ્છા પણ પૂરી થઈ છે.
 
આલિયાએ લગ્નની તસવીરો શેર કરી છે
આલિયા ભટ્ટે આખરે ચાહકોની ઈચ્છા પૂરી કરી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર તેના અને રણબીરના લગ્નની તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં કપલ વચ્ચેની કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. આલિયાએ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે અને રણબીર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કેટલીક તસવીરમાં આલિયા-રણબીર હસતા જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં આલિયા-રણબીર કિસ કરતા જોવા મળે છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
કપલે રિલેશનશિપને લઈને બોલવાનુ હંમેશા ટાળ્યુ 
તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જ્યારે પહેલા બંને આ વિશે વાત કરતા શરમાતા હતા, બાદમાં આલિયા ભટ્ટે રણબીર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને સંબંધો પર ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું. જોકે રણબીર છેલ્લી ઘડી સુધી સંબંધોના પ્રશ્નોને ટાળતો હતો. બ્રહ્માસ્ત્રની ઇવેન્ટમાં પણ રણબીરે આ સવાલોને નજરઅંદાજ કર્યા હતા જ્યારે આલિયા ભટ્ટ હળવા સંકેત આપતી જોવા મળી હતી.
લો પ્રોફાઇલ લગ્ન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન એકદમ લો પ્રોફાઇલ રાખવામાં આવ્યા છે. બંનેના પરિવારજનોએ અંત સુધી આ અંગે ખુલીને વાત કરી ન હતી અને આ સમાચારોને અફવા ગણાવતા રહ્યા હતા. જોકે, બીજા દિવસે રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે સાર્વજનિક જાહેરાત કરી હતી કે રણબીર-આલિયાના લગ્ન 14 એપ્રિલે છે. સાથે જ નીતુની સાથે, રિદ્ધિમા કપૂરે પણ આલિયાના વખાણ કર્યા અને તેને ડોલ જેવી ક્યૂટ કહી.

    

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

આરોગ્ય માટે લાભકારી છે કઢી લીમડો, ખાલી પેટ ચાવો, ઘટવા માંડશે વજન અને મળશે અનેક લાભ

Face Tanning Tips- શું તમારા ચહેરા પર સનબર્ન અને ટેન થઈ ગયું છે? આ ઘરે બનાવેલા સ્ક્રબથી ચમક મેળવો

બટાકાની કચોરી રેસીપી

Dhaniya Storage Tips: 2 દિવસમાં સૂકાનારો ધાણા હવે 10 દિવસ સુધી રહેશે તાજા, બસ અપનાવો આ 6 સહેલી રીત

Congratulation Message for Students- પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન

આગળનો લેખ
Show comments