1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Ranbir Kapoor and Alia Bhatt's wedding date has come, know when to get married?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખ આવી ગઈ, જાણો ક્યારે કરશે લગ્ન ?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગયા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને મોટેભાગે સાથે સ્પોટ કરવામાં આવે છે. કપલનાં ફેંસ બંનેનાં લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો હવે રણબીર - આલિયાનાં ફેંસ માટે એક ખુશખબર છે.  હવે ખબરો આવી રહી છે કે રણબીર અને આલિયા જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જેનાં માટે કપૂર પરિવારે તીયારીઓ પણ શરુ કરી દીધી છે. 
 
આ વર્ષે એપ્રિલ મહિનામાં સાત જન્મના સાત ફેરા લઈ શકે છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જોરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સ્ટોર પર જોવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જોવા મળ્યો છે. આલિયાના ફેન્સ અત્યારે દ્રઢપણે માની રહ્યા છે કે, કપૂર પરિવાર તેમની પુત્રવધૂને ઘરે લાવવાની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે  પહેલા એવા સમાચાર હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે અને બંને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે, પરંતુ હવે એવું જણાઈ રહ્યું છે કે આ સ્ટાર કપલ ઓક્ટોબરમાં નહીં પરંતુ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન કરશે.
ये भी पढ़ें
Sumona Chakravarti એ પણ છોડયો The Kapil Sharma Showનો સાથ ? ટૂંક સમયમાં જ આ શો માં જોવા મળશે