રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 24 માર્ચ 2022 (21:36 IST)

રીલીઝ થતા પહેલા RRRએ રચ્યો ઈતિહાસ - 60 કરોડથી વધુનુ એડવાંસ બુકિંગ, રજુ થતા પહેલા જ 800 કરોડ કમાનારી પહેલી ઈંડિયન ફિલ્મ

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા, જૂનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ RRR 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં રજુ થવા તૈયાર છે. મેકર્સ અને સ્ટાર્સ વર્તમાન દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા છે. 550 કરોડથી વધુના બજેટમાં બનેલી RRR ને જોવા માટે ફેંસના ક્રેજનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે અત્યાર સુધી આ ફિલ્મની 60 કરોડથી વધુની એડવાંસ બુકિંગ થઈ ચુકી છે. 
ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે ફિલ્મ 100 કરોડથી વધુની ઓપનિંગ મેળવી શકે છે. RRR એ પ્રી-રીલીઝ કમાણીમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. ડિસ્ટ્રિબ્યુશન, સેટેલાઇટ, મ્યુઝિક જેવા રાઇટ્સ વેચીને ફિલ્મે રિલીઝ પહેલા જ લગભગ 800 કરોડની કમાણી કરી લીધી છે.
ભવિષ્યવાણી - લાઈફ ટાઈમ બિઝનેસ 1000 કરોડથી વધુનો હોઈ શકે છે
ટ્રેડ એનાલિસ્ટ્સનુ માનવુ છે કે RRR બોક્સ ઓફિસ પરથી 1000 કરોડથી વધુનો બિઝનેસ કરશે. તે જ સમયે, ફિલ્મે પ્રી-રિલિઝ રાઇટ્સમાંથી 800 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. અહેવાલો અનુસાર, નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મનો પ્રી-રિલિઝ થિયેટ્રિકલ બિઝનેસ તમામ ભાષાઓમાંથી 470 કરોડ રૂપિયાથી વધુનો છે. આ સાથે આ ફિલ્મ પ્રી-રિલિઝ થિયેટ્રિકલ બિઝનેસ કરવાના સંદર્ભમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.
 
 
RRR એ તોડ્યો બાહુબલીનો રેકોર્ડ 
 
આ ફિલ્મે બાહુબલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, કારણ કે 'બાહુબલી' એ રૂ. 350 કરોડનો પ્રી-રીલીઝ થિયેટ્રિકલ  બિઝનેસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે RRR એ 275 થી 300 કરોડ રૂપિયાનો નોન-થિયેટ્રિકલ બિઝનેસ (ડિજિટલ, સેટેલાઇટ, મ્યુઝિક અને અન્ય રાઈટ્સથી કમાણી) કર્યો છે. આ રીતે જોતા ફિલ્મે રિલીઝ પહેલા 750 થી 800 કરોડનો બિઝનેસ કરી લીધો છે
 
બાય ધ વે, બાહુબલી જેવી રેકોર્ડબ્રેક ફિલ્મો બનાવનાર રાજામૌલી ફરી એકવાર ઈતિહાસ રચશે? આ પ્રશ્ન તમામ ચાહકોના મનમાં તોળવાય રહ્યો છે. હવે 2 દિવસ પછી સ્પષ્ટ થશે કે આ ફિલ્મ કમાલ કરશે કે  પછી પરિણામ અંદાજથી વિપરીત આવશે.
 
વિશ્વભરમાં RRRનું એડવાન્સ બુકિંગ
 
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે RRR એ USA પ્રીમિયરમાં 16 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, RRRના એડવાન્સ બુકિંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં RRRનું એડવાન્સ બુકિંગ પહેલાથી જ વેગ પકડ્યું છે. દેશ સિવાય વિશ્વના અન્ય ભાગોમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
 
જો સમાચારનું માનીએ તો હિન્દી વર્ઝનએ જ એડવાન્સ બુકિંગ દ્વારા બે કરોડ રૂપિયાની કમાણી કરી છે. દક્ષિણ ભાષાઓમાં RRR ટિકિટ ઝડપથી વેચાઈ રહી છે. બાહુબલી 2 એ પહેલા દિવસે તમામ ભાષાઓમાં લગભગ 121 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે આરઆરઆરના એડવાન્સ બુકિંગ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ પણ તોડી શકે છે. અહેવાલો અનુસાર, RRR પ્રથમ દિવસે હિન્દી સંસ્કરણથી 11-13 કરોડ અને કુલ 15 થી 20 કરોડની કમાણી કરી શકે છે.