1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (12:28 IST)

બર્થડેથી પહેલા આલિયા ભટ્ટની સાથે જોધપુર પહોંચ્યા રણબીર કપૂર શુ લગ્ન કરી રહ્યા પ્લાનિંગ

Ranbir alia bhatt
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બૉલીવુડના ફેવરેટ કપલમાંથી એક છે. બન્નેના લગ્નના સમાચાર હમેશા ચર્ચામાં રહે છે એક વાર ફરી રણબીર અને આલિયાની લગ્નના સમાચાર ચર્ચામાં છે. તાજેતરમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટને જોધપુરમાં સ્પૉટ કરાયુ તેમની ફોટા સામે આવ્યા પછી ફેંસ અંદાજો લગાવી રહ્યા છે કે બન્ને તેમના લગ્નના વેન્યુ જોવા જોધપુર પહોંચ્યા છે. 
રણવીર કપૂર 28 સેપ્ટેમ્બરને તેમનો 39મો જનમદિવસ પણ સેલિબ્રેટ કરશે. તેથી બર્થડેથી ઠીક પહેલા બન્નેના જોધપુર ટ્રીપ સ્પેશલ સેલિબ્રેશનનો ઈશારો પણ કરી રહ્યો છે. પણ અત્યારે સુધી કોઈ આધિકારિક પુરાવા સામે નહી આવ્યા છે. 
 
આ ફોટામાં રણવીર કપૂરએ બ્રાઉન લૂઝ ટી શર્ટની સાથે ટ્રાઉજર પહેર્યા છે તેમજ આલિયા ગ્રીન વ્હાઈટ પ્રિંટ જેકેટની સાથે જીંસ પહેરી છે. સાથે જ બન્ને એ માસ્ક લગાવી રાખ્યુ છે.