Daily Horoscope
✕

પેરિસ ફેશન વીકમાં સોનમ કપૂરે બ્લેક ડ્રેસમાં મચાવી ધૂમ, ફેંસએ કહ્યું ફેશન ક્વીન

Updated: બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (09:26 IST)
sonam kapoor image source_X
વર્ષમાં બે વાર આયોજિત 'પેરિસ ફેશન વીક'માં દુનિયાભરની ગ્લેમર ક્વીન્સ ભાગ લે છે. આ ફેશન વીકમાં ભાગ લેનારી સુંદર અભિનેત્રીઓ અને મૉડલ્સ અહીં પોતાની સુંદરતા બતાવે છે. તાજેતરમાં આયોજિત પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ડ્રેસમાં તેની સુંદરતા દર્શાવી હતી.
 
આલિયા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવી રહી છે. સોનમ કપૂરે પણ પેરિસ ફેશન વીકમાં બ્લેક ડ્રેસ પહેરીને પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો. સોનમ કપૂરે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ  શેર કરી છે. આ તસવીરો જોઈને ફેંસએ સોનમ કપૂરની સુંદરતાના વખાણ કર્યા છે. એટલું જ નહીં ફેંસએ સોનમ કપૂરને ફેશન ક્વીન પણ કહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VOGUE India (@vogueindia)

 
વર્ષમાં બે વાર થાય છે પેરિસ ફેશન વીક 
ઉલ્લેખનીય  કે યુરોપિયન દેશ ફ્રાન્સની રાજધાની પેરિસમાં દર વર્ષે બે વાર ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. એકવાર જૂન મહિનામાં પણ આ ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર સપ્ટેમ્બરમાં, પેરિસ ફેશન વીકમાં દુનિયાની સુંદરીઓએ પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો.  બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને સોનમ કપૂરે અહીં ભાગ લીધો હતો. આ ફેશન શોમાં, દુનિયાના શ્રેષ્ઠ ડિઝાઇનરો પોતાના ડ્રેસ રજૂ કરે છે અને ઘણી પ્રશંસા મેળવે છે. આ ફેશન વીકનું પોતાનું આગવું મહત્વ છે. બોલિવૂડ અભિનેત્રીઓ દર વર્ષે અહીં હાજરી આપે છે.

આલિયા ભટ્ટે પણ લીધો હતો ભાગ 
બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે પણ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આલિયા ભટ્ટ અહીં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યાં તે ફેમસ ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઈન કરેલા ડ્રેસમાં જોવા મળી હતી. પેલેસ ગાર્નિયર ખાતે 'વોક યોર વર્થ' શો દરમિયાન અભિનેત્રીએ અમેરિકન સ્ટાર એન્ડી મેકડોવેલ સાથે રનવે પર વોક કર્યું હતું. ભારતીય અભિનેત્રીએ ડિઝાઇનરના 'કોચર કલેક્શન 2024 અરુણોદય'માંથી બ્લેક વેલ્વેટ ફ્લેરેડ પેન્ટ સાથે મેટલ-કાસ્ટ સિલ્વર બ્રેસ્ટપ્લેટ પહેર્યું હતું.  ગુપ્તાના ડિઝાઈનર ડ્રેસ પહેરનાર સેલિબ્રિટીની યાદીમાં બેયોન્સ, પેરિસ હિલ્ટન, મિન્ડી કલિંગ, એન્જેલા બેસેટ, પ્રિયંકા ચોપરા જોનાસ, કૃતિ સેનન, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન, શકીરા, જેન્ના ઓર્ટેગા, જુનિયર એનટીઆર, બેબે રેક્સ, શૅરોનનો સમાવેશ થાય છે. જીના ઓર્ટેગા, શેરોન સ્ટોન, અશાંતિ, લુઈસ ફોન્સી, લિઝો, કાઈલી મિનોગ, મેગન થી સ્ટેલિયન અને સવીટી જેવા નામ સામેલ છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

"કોજાગિરી પૂર્ણિમાના શુભ અવસરે ચંદ્રદેવ માટે નૈવેદ્ય થાળી"

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

આગળનો લેખ
Show comments