image source missuniverseindiaorg_X મિસ યૂનિવર્સનો તાજ એ ખિતાબ છે જેને જીતવો દરેક એ મહિલાનુ સપનુ હોય છે જે વર્ષોથી તેની તૈયારી કરી રહી હોય અને તેમાથી એક છે ગુજરાતની રિયા સિંઘા. જેને Miss Universe India 2024 નો ખિતાબ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે. જયપુરમાં થયેલ મિસ યૂનિવર્સ ઈન્ડિયામાં રિયાને ઉર્વશી રૌતેલાએ ક્રાઉન પહેરાવ્યો. આજીત પછી હવે રિયા સિંઘા મૈક્સિકોમાં આયોજીત થનારા મિસ યૂનિવર્સ 2024માં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. image source missuniverseindiaorg_X 51 ફાઈનલિસ્ટે લીધો હતો ભાગ આ ખરેખર ગર્વની વાત છે કારણ કે મિસ યૂનિવર્સ ઈંડિયા 2024 માટે 51 ફાઈનલિસ્ટે ભાગ લીધો હતો. આ બધાને રિયા સિંઘાએ પછાડીને આ ખિતાબ પોતાને નામે કર્યો છે. સુંદરતાનો ઝંડો ફરકાવી રહેલી રિયા સિંઘા 19 વર્ષની મોડલ છે, જે ગુજરાતની રહેવાસી છે. તો મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ રિયા સિંઘાએ કહ્યું, 'આજે ટાઈટલ જીત્યા બાદ હું ખૂબ જ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. આ સ્તરે પહોંચ્યા પછી, હું મારી જાતને આ તાજ માટે લાયક માની શકું છું. તેણે કહ્યું કે તે અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છે. Instagram पर यह पोस्ट देखें Miss Universe India (@missuniverseindiaorg) द्वारा साझा की गई पोस्ट Rhea Singha