બુધવાર, 26 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. ફટાણાં
Written By

કંકુ છાંટી કંકોતરી મોકલી

કંકુ છાંટી કંકોતરી મોકલી
લગ્ન ગીત ફટાણા lyrics કંકુ છાંટી કંકોતરી મોકલી lyrics
કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો લાડકડીનાં નામ રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં