બુધવાર, 26 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. ફટાણાં
Written By
Last Modified: મંગળવાર, 25 નવેમ્બર 2025 (15:17 IST)

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત

ગણેશ સ્થાપના લગ્ન ફટાણા ગીત
પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા
નેત્રીસ કરોડ દેવતા સીડીઓ આવ્યાં હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા હરખ્યાં પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા
હરખ્યાં પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાં
હરખ્યાં સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા
હરખ્યાં માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા
હરખ્યાં વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા