suvichar
✕

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Updated: બુધવાર, 21 ઑક્ટોબર 2026 (13:00 IST)
બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહૂ વિસ્તારમાં ફાયરિંગની ઘટના પછીથી તેમના ફેંસ તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. અભિનેતાએ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન રજુ કર્યુ નથી. પણ તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટીએ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. ટાઈગરે તાજેતરમાં જ ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઈક કરી છે. જેને ફાયરિંગની ઘટના પછી તેમની પહેલી સાર્વજનિક સોશિયલ મીડિયા પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે. આ પોસ્ટમાં તેમની ડેબ્યુ ફિલ્મ હીરોપંતી નુ ગીત 'રાત ભર' સંભળાઈ રહ્યુ છે.   બીજી બાજુ આ મામલામાં મુંબઈ પોલીસે ત્રણેય આરોપીઓને કોટાથી મુંબઈ લાવીને આગળની તપાસ શરૂ કરી છે.  
ALSO READ: 100 મિનિટમાં 100% સબ્સ્ક્રિપ્શન: ભારતનો સૌથી મોટો Jio IPO જોરદાર રીતે ખુલ્યો

ફાયરિંગ પછી ટાઈગરની પહેલી સોશિયલ મીડિયા એક્ટિવિટી  

ટાઈગર શ્રોફે 18 ઓક્ટોબરના રોજ થયેલી ફાયરિંગની ઘટના પછી કોઈ સાર્વજનિક નિવેદન આપ્યુ નથી. જો કે 20 ઓક્ટોબરના રોજ ઈસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર તેમનુ લાઈક સામે આવ્યુ છે. આ પોસ્ટમાં તેમની પહેલી ફિલ્મ હીરોપંતી નુ ગીત રાત ભર બૈકગ્રાઉંડમાં વાગી રહ્યુ છે.  જ્યારે કે તેમની કો-સ્ટાર કૃતિ સેનન પાછળ બેસેલી જોવા મળી રહી છે. વીડિયો સાથે એક મજેદાર લાઈન પણ લખી છે જેમા કહેવામા% આવ્યુ છે કે  "ભાઈ,  રાતભર માટે,  જીંદગીભર માટે ગાયબ થઈ જતો" ગોળીબારની ઘટનાના થોડા સમય પછી, આ પોસ્ટ પર ટાઇગરનો લાઇક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. જોકે, એ સ્પષ્ટ નથી કે અભિનેતાને આ પોસ્ટ જાણી જોઈને લાઈક કરી હતી કે આકસ્મિક રીતે. તેથી, આ ગતિવિધિ ને ઘટનાની સીધી પ્રતિક્રિયા માનવું ઉતાવળ કહેવાશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VEER ???????? (@saahill_memes)

 

જુહૂમાં ટાઈગરની કાર પર થયુ ફાયરિંગ  

18  ઓક્ટોબરના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા ફૂટબોલ મેચ પછી બહાર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. ટાઈગર સુરક્ષિત રીતે બચી ગયો હતો, પરંતુ તેનો ડ્રાઈવર અને એક ઓટો-રિક્ષા ડ્રાઈવર ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘટના બાદથી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેઓ આ હુમલા પાછળ કોણ હતું અને તેનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું તે અંગેના પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છે. દરમિયાન, ટાઈગરની સોશિયલ મીડિયા પ્રવૃત્તિએ પણ ધ્યાન ખેંચ્યું છે. અભિનેતાએ હજુ સુધી આ ઘટના અંગે વિગતવાર નિવેદન આપ્યું નથી.
ALSO READ: ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

બિશ્નોઈ ગેંગ નામે લીધી જવાબદારી 

ગોળીબારના થોડા સમય પછી, લોરેન્સ બિશ્નોઈ ગેંગના કથિત સભ્યો અનિલ પંડિત અને હરમન સંધુએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, આવા દાવાઓની પુષ્ટિ ફક્ત તપાસના તારણો અને સત્તાવાર પોલીસ માહિતીના આધારે જ થઈ શકે છે. પોલીસ આરોપીઓની ભૂમિકા અને ઘટનાના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. અનેક સેલિબ્રિટીઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
 

પોલીસ ત્રણેય આરોપીઓને કોટાથી મુંબઈ લાવી 

પોલીસ ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં રાજસ્થાનના કોટાથી ત્રણ આરોપીઓ, ફૂલ સિંહ, ઋત્વિક કુમાર અને રેહાનને મુંબઈ લાવી છે. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસ તેમની સાથે 21 ઓક્ટોબર, બુધવારની વહેલી સવારે પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓને તબીબી તપાસ માટે જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી તપાસ પૂર્ણ થયા પછી, તેમને વધુ પૂછપરછ માટે મુંબઈ પોલીસના ખંડણી વિરોધી સેલ યુનિટમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ફાયરિંગની ઘટનાની વિગતો એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

આગળનો લેખ
Show comments