Daily Horoscope
✕

જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાય તો સાવચેત રહો

Updated: રવિવાર, 25 ફેબ્રુઆરી 2024 (16:41 IST)
-ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક 
- ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે.
-ચોકલેટની મગજ પર એવી જ અસર પડે છે જેવી અફીણની

child eats too much chocolate- જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે. આ ઉપરાંત, તે ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે. 
 
તમે પણ ચોકલેટ ખાવા પાછળ ઘેલા છો? જો તમારો જવાબ છે હા તો બની શકે કે તમે પણ માદક પદાર્થના નશાની જેમ જ ચોકલેટના નશાના આદી બની જાઓ. મિશિગન યુનિવર્સિટીના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ચોકલેટની મગજ પર એવી જ અસર પડે છે જેવી અફીણની પડે છે.
 
ચોકલેટમાં કેફીન અને ખાંડ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે.
 
વધુ પડતી ચોકલેટ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટનું ફૂલવું, કબજિયાત અને પેટમાં ખેંચાણ. ચોકલેટમાં ચરબી, ખાંડ અને કેફીનનું ઊંચું પ્રમાણ હોવાનું જાણવા મળે છે, જે વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
 
દાંતના સડોનું જોખમ
નાની ઉંમરમાં વધુ પડતી ચોકલેટ ખાવાથી પહેલા દાંતમાં કેવિટી થઈ શકે છે.દાંતમાં કેવિટી થવાનું સૌથી મોટું કારણ બેદરકારી છે. ઘણા માતા-પિતા તેમના બાળકો માટે ગાર્ગલ કરાતા નથી અથવા મોઢાની સફાઈનું ધ્યાન રાખતા નથી, જેના કારણે વધુ પડતી મીઠાઈઓ ખાવાથી દાંતમાં કેવિટી થવાનું જોખમ રહે છે.
 
ઊંઘમાં મુશ્કેલી
જો ચોકલેટમાં કેફીનનું પ્રમાણ વધુ હોય તો નાના બાળકોને ઊંઘની સમસ્યા થઈ શકે છે, બાળક રાત્રે પરેશાન થઈ શકે છે. તેથી રાત્રે નાના બાળકોને ચોકલેટ આપવાનું ટાળવું જોઈએ.

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

Bypoll Results LIVE: બંગાળમાં BJP, તમિલનાડુમાં વિજયની TVK આગળ, જાણો નગાંવ અને થટ્ટાનચાવડીની સ્થિતિ

ગ્રીન કાર્ડને લઈને અમેરિકાએ આપ્યો મોટો ફટકો, ઇન્ફોસિસ અને અન્ય આઠ કંપનીઓને કાયમી શ્રમ પ્રમાણપત્ર કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

પુતિનના 74મા બર્થડે પર યૂક્રેન તરફથી મોતની ભેટ, મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 32 લોકોનો ગયો જીવ, ગેસ પાઈપલાઈન પણ થઈ બરબાદ

શ્રીલંકાના કપ્તાને અચાનક છોડી ટેસ્ટ ટીમની કપ્તાની, ધનંજય ડીસિલ્વા જાન્યુઆરી 2024 મા જ બન્યો હતો કપ્તાન

"આ જે તારો ફોન મે ચોરી કર્યો છે, તેનો પાસવર્ડ આપી દે", ચોરે યુવતી પાસે કરી વિચિત્ર ડિમાંડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

આગળનો લેખ
Show comments