બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (03:06 IST)

Child Care - બાળકોના વખાણ સાચવીને કરો, તમારી આ 4 ભૂલ બાળકને બગાડીને બનાવી દેશે જીદ્દી

prasing your child
prasing your child
Praising your kid in healthy way: વખાણ કે પ્રશંસા દરેક ને ગમે છે. ખાસ કરીને નાના બાળકોને તેમના નાના-નાના પ્રયાસો માટે પ્રશંસા મળે તો તેમને ખૂબ ખુશી થાય છે અને તેઓ મોટિવેટ પણ થાય છે. બાળકોન વખાણ તેમનો આત્મવિશ્વાસ વધારવાનુ કામ કરે છે અને તેનાથી તેમનો અભ્યાસ અને એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીજમાં મન પણ લાગે છે.   પરંતુ, બાળકોના વખાણ કરતી વખતે માતા-પિતાએ કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, જો બાળકોના વધારે પડતા વખાણ કરવામાં આવે તો તેઓ ઓવર કોન્ફિડન્ટ થવા લાગે છે અને તેઓ તેમના માતા-પિતાના પ્રેમનો લાભ પણ ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં, આગલી વખતે તમારા બાળકોના વખાણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. 
 
બીજા સામે બાળકોના આ રીતે વખાણ ન કરશો 
જ્યારે પણ તમારું બાળક કોઈપણ મુશ્કેલ કાર્ય માટે સખત મહેનત કરે છે અથવા કોઈ નવું કાર્ય શીખવાનો પ્રયાસ કરે છે, તો તે સમયે ચોક્કસપણે તેના વખાણ કરો. પરંતુ, બાળકને તે સર્વશ્રેષ્ઠ છે તેવું કહેવાને બદલે, તેને સમજવાનો પ્રયાસ કરો કે તેણે કરેલા પ્રયત્નો જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, જો બાળક તેનો રૂમ સાફ કરે છે અથવા તેના ટાઈમ-ટેબલને અનુસરવાનું શીખે છે, તો તેને કહો કે આ બાબતો તેને શિસ્ત શીખવામાં કેવી રીતે મદદ કરશે. આનાથી બાળક વધુ પડતો આત્મવિશ્વાસ નહીં કરે.
 
બીજા સામે ન કરશો વખાણ 
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો પોપ્યુલર બને અને પોતાની સારી ટેવ માટે બીજા પાસેથી પ્રશંસા મેળવે.  આ માટે તમે બાળકોના ખોટા વખાણ ન કરશો. બીજા સામે બાળકને જીનિયસ, હોશિયાર અને સ્માર્ટ જેવા નામથી ન બોલાવશો.   ઉલ્લેખનીય છે કે બીજા સામે કરેલા વખાણના બાળક ખોટો ફાયદો ઉઠાવી શકે છે અને આનાથી તેમનો આત્મવિશ્વાસ ખોટી દિશામાં ખૂબ ઝડપથી વધી શકે  છે.  
 
ખોટા-ખોટા વખાણ ન કરશો 
કેટલા પેરેંટ્સની ટેવ હોય છે કે બીજા સાથે પોતાના બાળકની વાત કરતી વખતે તેના ખોટા વખાણ કરવા માંડે છે.  આવુ કરવાથી બાળકો પોતાની ભૂલોથી સીખીને સમજદાર બનવાનો પ્રયત્ન નથી કરતા અને આ ટેવ મોટા થઈને તેમની પર્સનાલિટીનો એક ભાગ બની જાય છે. 
 
અન્ય બાળકો સાથે ન કરશો સરખામણી 
એક બાળકની સામે બીજા બાળકને તેના કરતાં સારું કહેવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આવા તુલનાત્મક વખાણ બંને બાળકોના મન પર નકારાત્મક અસર કરી શકે છે. બાળકને અન્ય બાળકોની સારી આદતો શીખવા દો અને તમારા બાળકે બીજા બાળકમાં જે સારી બાબતોની નોંધ લીધી હોય તેને કરવા માટે પ્રોત્સાહિત કરો.