સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (13:31 IST)

બાળકોને ઘરે એકલા મૂકતા પહેલા જરૂર શીખડાવો આ 5 વાતોં

Things To teach your kids before leaving Them Home alone - બાળકોના પાલન કરતા સમયે ઘણીવાર એવા અવસર પણ આવે છે જ્યારે માતા-પિતા તેણે કોઈ જરૂરી કામના કારણે ઘરે એકલો મૂકીને જવુ પડે છે. આ પ્રકારની સમસ્યા વધારેપણુ વર્કિંગ પેરેંટ્સની સાથે જોવા મળે છે. માતા વર્કિંગ હોય કે હાઉસ વાઈફ તેમના બાળને કોઈ પણ કારણથી એકલો મૂકતા સમયે તેમણે બાળકની સેફ્ટીની ચિંતા રહે છે. જો તમારી પણ સ્થિતિ એવી જ છે તો બીજી વાર બાળકને એકલો ઘરે મૂકતા પહેલા આ ટિપ્સ ફોલો કરવા ન ભૂલવું. 
 
બાળકોને ઘરે એકલા મૂકતા પહેલા રાખો આ વાતોની કાળજી 
તમારું ફોન નંબર યાદ કરાવો 
જો તમારુ બાળ પોતે ફોન યૂઝ કરી શકે છે તો તેને એકલા મૂકતા પહેલા તમારુ નંબર જરૂર યાદ કરાવો. જેથી તે કોઈ પણ જરૂર કે મુશ્કેલમાં પડે તો તમારું સંપર્ક કરી શકે. 
 
ઘરમાં બાળકના ખાવાનુ સામાન જરૂર રાખો 
ઘરમાં બાળકને એકલા મૂકતા પહેલા તેમના માટે ખાવાનુ સામાન જરૂર રાખો. આવુ કરવાથી બાળક પોતે ઘરમાં રાખેલી ખાવા-પીવાની વસ્તુઓ ઉપયોગ કરી શકે છે. 
 
ગેસ બંદ કરવા ન ભૂલવો 
ઘરમાં બાળકને એકલા મૂકવા જવાથી પહેલા ગેસને જરૂર ઑફ કરી નાખો. ઘણી વાર પેરેંટસ જલ્દીમાં આવુ કરવા ભૂલી જાય છે. જેના કારણે કોઈ પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. 
 
અણીદાર વસ્તુઓ બાળકોથી દૂર રાખવી 
બાળકને એકલા મૂકતા જવાથી પહેલા આ તપાસી લો કે કોઈ પણ અણીદાર સામાન જેમ કે  છરી, કાતર બાળકોથી દૂર હોય. 
 
અજાણ વ્યક્તિથી વાત ન કરવી 
બાળકોને એકલા મૂકી જતા પહેલા તેને જરૂર સમજાવો કે ઘરે એકલા રહેતા સમયે અજાણ વ્યક્તિથી કોઈ વાત ન કરવી.