Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
ગુરૂ પૂર્ણિમાનુ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ તિથિ પર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. મહર્ષિ વેદવ્યાસ મહાભારત ગ્રંથના રચેતા રહ્યા છે.
પૂર્ણિમા તિથિને પિતરોને પ્રસન્ન કરવા માટે ઉત્તમ તિથિ માનવામાં આવે છે. આ તિથિ પર તમે જો કેટલાક ખાસ થાન પર દિવો પ્રગટાવો છો તો તેનાથી તમને પિતૃ દોષથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ આના વિશે.
આ દિશામાં પ્રગટાવો દિવો
દક્ષિણ દિશાને પિતરોની દિશા માનવામાં આવે છે. આવામાં તમે ગુરૂ પૂર્ણિમાના દિવસે પિતૃ દોષ દૂર કરવા માટે ઘરની દક્ષિણ દિશાનાં દિવો પ્રગટાવી શકો છો. આ સાથે જ પૂર્વજોની તસ્વીર સામે તલના તેલનો દિવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી તમને પિતૃ દોષથી રાહત મળી શકે છે.
આ દિવસે જરૂર કરો આ કામ
ગુરૂ પૂર્ણિમાના દિવસે નદીમાં દીપદાન કરવુ પણ શુભ માનવામાં આવેછે. આ ઉપાયને કરવાથી પણ જાતકને પિતૃ દોષમાંથી મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવવાથી પણ પિતૃ દોષથી રાહત માટે ખૂબ લાભકારી છે. જેનાથી જાતક પર પિતરોનો આશીર્વાદ કાયમ રહે છે.
આ વાતોનુ રાખો ધ્યાન
પિતૃ દોષથી મુક્તિ માટે સરસવના તેલનો દિવો પ્રગટાવવો શુભ હોય છે. દિવાને સીધો જમીન પર ન મુકશો. પણ તેને ચોખાની ઉપર કે પછી કોઈ પ્લેટની ઉપર મુકી શકો છો. આ સાથે જ પૂર્ણિમાના દિવસે દિવો પ્રગટાવતી વખતે પિતરોનુ સ્મરણ કરો અને જાણતા અજાણતા તમારાથી થયેલ ભૂલો માટે ક્ષમા માંગો.