ઉપર નીચે થઈ રહેલા હાર્મોનને કંટ્રોલ કરવા માટે ખાવ આ ચૂરણ, હાથ પગમાં થઈ રહેલ દુ:ખાવો અને થાકથી મળશે છુટકારો
જો તમારા ચેહરા પર મોટા-મોટા વાળ આવવા શરૂ થઈ ગયા તો સમજી લો લે કેટલાક હાર્મોનલ ફેરફાર થઈ રહ્યા છે. આવુ પીસીઓડીને કારણે કે પ્રી મોનોપોઝને કારણે પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સમય પહેલા વાળ સફેદ થઈ શકે છે. ચેહરા પર કરચલીઓ પડી શકે છે. કમર અને પેટ પર ચરબી ચઢી શકે છે અને સ્નાયુઓ તેમજ હાડકામાં દુખાવો શરૂ થઈ શકે છે.
હાર્મોનમાં ઉતાર ચઢાવ આગતા મૂડ સ્વિંગ્સની સમસ્યા થવા માંડે છે. થાક, કમજોરી અને કોઈપણ કામમાં મન નથી લાગતુ. મહિલાઓને ખાસ કરીને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે પ્રી મેનોપોજ ની વય આવે છે તો એ સમ યે પણ મહિલાઓને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શરીરમાં ઈમ્બેલેસ થઈ રહેલા હાર્મોન ને નોર્મલ કરવા માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો. ઈસ્ટાગ્રામ પર એક મહિલાએ હાર્મોન બેલેંસ કરવા માટે એક ખાસ ચૂરણ બતાવ્યુ છે જેને તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.
હાર્મોન ઠીક કરવાના ચૂરણની સામગ્રી
ચૂરણ બનાવવા માટે 40-50 ગ્રામ જીરુ લો. 40-50 ગ્રામ વરિયાળી, 40-50 ગ્રામ ધાણાજીરું, 1 ચમચી હિંગ, 10 ગ્રામ કાળા મરી અને 1૦ ગ્રામ અજમો લો. તેમાં 20 ગ્રામ આદુ પાવડર, જેને આપણે સોંઠ પણ કહેવાય છે, અને 20 ગ્રામ સિંધવ મીઠું લો. હવે બધી વસ્તુઓનો પાવડર બનાવીને મિક્સ કરી લો. હવે આ પાવડર સવાર સાંજ 1-1 ચમચી ગરમ પાણી સાથે લો. તેનાથી શરીરમાં ઉપર નીચે થઈ રહેલા હાર્મોંસ બેલેંસ થશે અને તમારો થાક અને કમજોરીની સમસ્યા દૂર થશે.
હાર્મોન અસંતુલન થવાના લક્ષણ
ધીમા અથવા ઝડપી ધબકારા
કારણ વગર વજનમાં વધારો અથવા વજન ઘટવું
થાક અને સુસ્તી
કબજિયાત અથવા ઝાડા
હાથમાં નિષ્ક્રિયતા અને કળતર
ઉચ્ચ કોલેસ્ટ્રોલ
ડિપ્રેશન અને ચિંતા
ખૂબ ઠંડી કે ગરમીની લાગણી
સૂકી, ખરબચડી ત્વચા અને વાળ
પાતળી, ગરમ અને ભેજવાળી ત્વચા
બગલમાં અથવા ગરદનની પાછળ અને બાજુઓની ત્વચા કાળી પડવી
ત્વચા પર નાના ગાંઠો
વધુ પડતી તરસ અને વારંવાર પેશાબ